ટેસ્ટમાં ઓપનર તરીકે સદીઃ ભારતીય બેટ્સમેનોના આ ખાસ લિસ્ટમાં સામેલ થયો રોહિત

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા સદીની સાથે ભારતીય ઓપનરોના ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. તો ઓપનર તરીકે પોતાની પ્રથમ ટેસ્ટ ઈનિંગમાં સદી ફટકારનાર ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે. 

ટેસ્ટમાં ઓપનર તરીકે સદીઃ ભારતીય બેટ્સમેનોના આ ખાસ લિસ્ટમાં સામેલ થયો રોહિત

વિશાખાપટ્ટનમઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ ટેસ્ટ ઓપનર તરીકે પોતાની પ્રથમ ઈનિંગમાં દમદાર પ્રદર્શન કર્યું છે. તેણે બુધવારે આફ્રિકા વિરુદ્ધ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. ઓપનર તરીકે ટેસ્ટ કરિયરમાં આ તેની પ્રથમ સદી છે. 

રોહિત શર્મા આ સાથે ભારતીય ઓપનરોના એક ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. તે ઓપનર તરીકે પોતાની પ્રથમ ટેસ્ટ ઈનિંગમાં સદી ફટકારનાર ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા શિખર ધવન, લોકેશ રાહુલ અને યુવા પૃથ્વી શો આ સિદ્ધિ હાસિલ કરી ચુક્યા છે. 

વિશાખાપટ્ટન ટેસ્ટમાં ચોગ્ગાથી પોતાની ઈનિંગનો પ્રારંભ કરનારા રોહિતે ચોગ્ગાથી 84 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે ટેસ્ટ ઓપનર તરીકે પોતાની પ્રથમ સદી માટે 154 બોલનો સામનો કર્યો જેમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. 

નિર્ધારિત ઓવરોના ફોર્મેટમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓપનરોમાં સામેલ રોહિતે ટેસ્ટ કરિયરની ચોથી સદી ફટકારી હતી. રોહિતને ટેસ્ટમાં આશરે 2 વર્ષ બાદ સદી ફટકારી છે. તેણે આ પહેલા નવેમ્બર, 2017મા શ્રીલંકા વિરુદ્ધ નાગપુરમાં 102 રન બનાવ્યા હતા. 

ઓપનર તરીકે ટેસ્ટ ઈનિંગમાં સદી (ભારત)
રન    ખેલાડી    વિરુદ્ધ    સ્થળ    ક્યારે
187    શિખર ધવન    ઓસ્ટ્રેલિયા    મોહાલી    માર્ચ 2013
110    લોકેશ રાહુલ    ઓસ્ટ્રેલિયા    સિડની    જાન્યુ. 2015
134    પૃથ્વી શો    વિન્ડીઝ    રાજકોટ    ઓક્ટો 2018
115*    રોહિત શર્મા    આફ્રિકા    વિઝાગ    ઓક્ટો 2019

યુવા પૃથ્વી શોએ રાજકોટમાં ટેસ્ટ ઓપનર તરીકે પોતાની પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પાછલા વર્ષે ઓક્ટોબરમાં 134 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જાન્યુઆરી 2015મા તેની ધરતી પર સિડનીમાં 110 રનની ઈનિગં રમી હતી. તો ધવને મોહાલીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ માર્ચ 2013મા 187 રનની ઈનિંગ રમી હતી. શિખર તે મુકાબલામાં મેન ઓફ ધ મેચ પણ રહ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news