ક્રિસ સિલ્વરવુડ બન્યા ઈંગ્લેન્ડ ટીમના મુખ્ય કોચ, ઈસીબીએ કરી જાહેરાત

સોમવારે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તે વાતની જાહેરાત કરી છે કે બોલિંગ કોચ ક્રિસે સિલ્વરવુડ ટીમના મુખ્ય કોચનું પદ સંભાળશે. 

Updated By: Oct 7, 2019, 03:57 PM IST
ક્રિસ સિલ્વરવુડ બન્યા ઈંગ્લેન્ડ ટીમના મુખ્ય કોચ, ઈસીબીએ કરી જાહેરાત

નવી દિલ્હીઃ Chris Silverwood Head Coach of England Team: ઈંગ્લેન્ડ ટીમના મુખ્ય કોચની જાહેરાત થઈ ગઈ છે. ક્રિસ સિલ્વરવુડને ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે. ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમવાર ઈંગ્લેન્ડને વિશ્વ વિજેતા બનાવનાર ટ્રેવર બેલિસે ટીમનો સાથ છોડી દીધો છે. વિશ્વકપ બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. 

ટ્રેવર બેલિસ ઈંગ્લેન્ડની ટીમને છોડવાનું નક્કી કરી ચુક્યા હતા. વિશ્વકપમાં મળેલી જીત બાદ તેમણે તેની જાહેરાત પણ કરી દીધી, પરંતુ બોર્ડના કહ્યાં બાદ તે એશિઝ સિરીઝ સુધી મુખ્ય કોચ પદે રહ્યાં હતા. એશિઝ સિરીઝ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2-2થી ટાઈ રહી હતી. 

બોર્ડે કરી જાહેરાત
સોમવારે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તે વાતની જાહેરાત કરી છે કે બોલિંગ કોચ ક્રિસે સિલ્વરવુડ ટીમના મુખ્ય કોચનું પદ સંભાળશે. 44 વર્ષીય ક્રિસ સિલ્વરવુડને મુખ્ય કોચ પદે પસંદ કર્યાં બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના મેનેજિંગ ડાયરેક્ટર એશ્લે ગિલીઝે કહ્યું છે, 'અમે ક્રિસને ઈંગ્લેન્ડ પુરૂષ ટીમના હેડ કોચ નિયુક્ત કર્યા બાદ ખુશ છીએ.'

દમદાર ઉમેદવાર હતા ક્રિસ સિલ્વરવુડ
ઈસીબીના મેનેજિંગ ડાયરેક્ટરે કહ્યું છે, 'અમે આ પદ માટે એક મુશ્કેલ પ્રક્રિયા રાખી હતી. અમારી પાસે જે પણ વિકલ્પ હતા, ક્રિસ તે બધામાં દમદાર ઉમેદવાર હતા. મને વિશ્વાસ છે કે તે અમારી આંતરરાષ્ટ્રીય ટીમને આગળ લઈ જશે, જેની અમારે જરૂર છે. અમે તેને સારી રીતે જાણીએ છીએ. ટીમની સાથે યથાવત રહેવાને કારણે તે ટેસ્ટ કેપ્ટન જો રૂટ અને શોર્ટ ફોર્મેટ કેપ્ટન ઇયોન મોર્ગનની સાથે ખુબ સારી રીતે ભળી જાય છે.'

આ પાક બોલરનો દાવો- મેં સમાપ્ત કર્યું ગૌતમ ગંભીરનું કરિયર 

બોર્ડનું કહેવું છે કે ક્રિસ સિલ્વરવુડ ટીમના આસિસ્ટન્ટ કોચ હતા. આ દરમિયાન તેમણે ખેલાડીઓને સન્માન આપ્યું અને તેને સન્માન મળ્યું છે. ક્રિસ ઈંગ્લેન્ડ ટીમને ખુબ આગળ લઈ જવાના વિચાર રાખે છે.