કોહલી આ તસવીર પોસ્ટ કરીને બરાબર ફસાયો કારણ કે...

ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે શનિવારથી શરૂ થનારી ટી20 મેચ માટે અમેરિકા પહોંચી ચૂકી છે

Updated By: Aug 2, 2019, 04:42 PM IST
કોહલી આ તસવીર પોસ્ટ કરીને બરાબર ફસાયો કારણ કે...

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે શનિવારથી શરૂ થનારી ટી20 મેચ માટે અમેરિકા પહોંચી ચૂકી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ફ્લોરિડામાં પ્રેક્ટિસ કરતાં અને એન્જોય કરતાં જોવા મળ્યા. ખેલાડીઓ ત્યાંથી તસવીરો ફેન્સ સાથે શેર કરતા રહે છે. શુક્રવારે ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ ટીમના પ્લેયર્સ સાથે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી. કોહલીની આ તસવીરનું કેપ્શન છે ‘સ્ક્વોડ’ એટલે ટીમ.

 

વિરાટે શેર કરેલી તસવીરમાં રવિન્દ્ર જાડેજા, નવદીપ સૈની, ખલીલ અહમદ, શ્રેયસ ઐય્યર, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર અને કેએલ રાહુલ જોવા મળે છે. જો કે, આ તસવીરમાંથી વાઈસ કેપ્ટન રોહિત શર્મા ગાયબ હતો. જેના કારણે ફરી એકવાર કોહલી અને રોહિત વચ્ચે મતભેદ હોવાની ચર્ચાને બળ મળ્યું છે. આ સંજોગોમાં ઘણા ક્રિકેટ ચાહકોએ કોહલીની આ તસવીર પર કોમેન્ટ કરીને રોહિતની ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યા છે.

વર્લ્ડકપ સેમિ ફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયામાં મતભેદોની ખબરો આવી રહી છે. થોડા-થોડા સમયે એવી વાતો સામે આવતી રહે છે જેમાં કોહલી અને રોહિત વચ્ચેના કથિત મતભેદની વાતને હવા મળતી રહે છે. જો કે, કોહલી, રોહિત અને કોચ રવિ શાસ્ત્રીએ મતભેદની વાતને નકારી હતી. રોહિત ઈન્સ્ટાગ્રામ પર કોહલીને ફોલો નથી કરતો. હાલમાં જ તેણે કેપ્ટન કોહલીની પત્ની અનુષ્કા શર્માને પણ અનફોલો કરી દીધી છે. આ બાબતે બળતામાં ઘી હોમ્યા જેવું કામ કર્યું. જો કે, વિરાટ કોહલી હજુ પણ રોહિત શર્માને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે પણ તેની પત્ની રિતિકા સજદેહને ફોલો નથી કરતો.

વિશ્વ કપ બાદથી ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે ટકરાવની વાત સામે આવી રહી હતી. તેવામાં આ મામલો એક પત્રકાર પરિષદમાં પણ ઉઠ્યો હતો. વિરાટ કોહલીને પૂછવામાં આવ્યું કે રોહિત સાથે ટકરાવના વાતમાં કેટલું સત્ય છે? વિશ્વ કપની સેમિફાઇનલમાં હારીને ટૂર્નામેન્ટમાથી બહાર થયા બાદથી તેના અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા વચ્ચે મતભેદના સમાચાર સામે આવી રહ્યાં હતા. 

રોહિત સાથે અણબનાવની વાત પર વિરાટ કોહલીએ કહ્યું, રોહિત શર્મા સાથે વિવાદના મુદ્દા પર મેં ઘણું સાંભળ્યું છે. જો ટીમમાં સારો માહોલ ન હોય તો અમે બે-ત્રણ વર્ષ સુધી સારૂ પ્રદર્શન ન કરી શક્યા હોત. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ જરૂરી હોય છે. વિરાટ કોહલીએ કહ્યું, 'જો મને કોઈ વ્યક્તિ પસંદ નથી, તો તમે તેને મારા ચહેરા પર કે મારા વ્યવહારમાં જોશો, તે સરળ છે. મેં હંમેશા રોહિતની પ્રશંસા કરી છે કારણ કે મારૂ માનવું છે કે તે સારો છે. અમારી વચ્ચે કોઈ મુદ્દો નથી. આ ચોંકાવનારી વાત છે. અણબનાવની વાત પર કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું, જો આ સમાચાર સાચા છે તો તમે ત્રણેય ફોર્મેટમાં એકસૂત્રતા ન રાખી શકો. આ બકવાસ છે.'

રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...