IPL Team Preview: યુવા ખેલાડીઓના દમ પર પ્રથમવાર ટાઇટલ જીતવાના ઇરાદાથી ઉતરશે દિલ્હી કેપિટલ્સ
દિલ્હી કેપિટલ્સની કમાન શ્રેયસ અય્યરના હાથમાં છે અને ટીમમાં રિષભ પંત- પૃથ્વી શો જેવા યુવા ચહેરા પણ સામેલ છે, શું યુવાઓના દમ પર ચેમ્પિયન બની શકશે દિલ્હી? જાણો ટીમની તાકાત અને નબળાઈ
Trending Photos
નવી દિલ્હીઃ આ નવી દિલ્હી છે... આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની આ ટેગલાઇન ખુબ દમદાર લાગે છે. આમ પણ નવી સીઝનમાં દિલ્હીની ટીમ દમદાર પણ છે. આઈપીએલમાં જો કોઈ ટીમે યુવાઓ પર સંપૂર્ણ રીતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો તે દિલ્હી છે. દિલ્હી કેપિટલ્સની કમાન શ્રેયસ અય્યરના હાથમાં છે, રિષભ પંત અને પૃથ્વી શો આ ટીમના બેસ્ટ બેટ્સમેન છે. યુવા ફાસ્ટ બોલર કગિસો રબાડા પણ આ ટીમમાં છે, પરંતુ તેમ છતાં ટીમ ક્યારેય આઈપીએલ ફાઈનલમાં પહોંચી શકી નથી. છેલ્લી 12 સીઝનમાં દિલ્હીની ટીમે 4 વખત પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેનું સ્થાન હાસિલ કર્યું, જે સૌથી વધુ છે. આ ટીમ 4 વખત પ્લેઓફમાં પહોંચી પરંતુ તેનાથી આગળ વધી શકી નથી. વર્ષ 2019મા આ ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને પોતાની પ્રથમ ક્વોલિફાયર મેચ જીતી પરંતુ પછી ચેન્નઈ સામે મળેલા પરાજયે દિલ્હીનું સપનું એકવાર ફરી તોડી દીધું હતું. પરંતુ હવે સવાલ છે કે 2020મા આ ટીમ કેવું પ્રદર્શન કરશે? શું આ ટીમની પાસે એવા ખેલાડી છે, જે તેને પ્રથમવાર આઈપીએલમાં ચેમ્પિયન બનાવી શકશે? આવો ટીમ પર એક નજર કરીએ.
યુવાઓની ફોજ, હવે અનુભવનો સાથ
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની ટીમમાં એકથી વધીને એક ટેલેન્ટેડ યુવા ખેલાડી છે, પરંતુ આ સીઝનમાં મેનેજમેન્ટે અવુભવી ખેલાડીઓને તક આપી છે. દિલ્હી કેપિટલ્સે આ સીઝનમાં અંજ્કિય રહાણે અને આર અશ્વિન જેવા અનુભવી ખેલાડીઓને તક આપી છે. તો શિખર ધવન પણ આ ટીમમાં છે. બિગ બેશ લીગમાં 705 રન ફટકારનાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ પણ દિલ્હીની ટીમમાં છે, જે સ્પષ્ટ રીતે ટીમ માટે મેચ ફિનિશરની ભૂમિકા અદા કરશે. આ વખતે દિલ્હીએ એલેક્સ કેરી અને વિન્ડિઝના શિમરોન હેટમાયર પર પણ દાવ લગાવ્યો છે, જે મિડલ ઓર્ડર સંભાળશે. બેટિંગના મોરચા પર તો દિલ્હીની ટીમ દબંગ જોવા મળી રહી છે.
દિલ્હીની બોલિંગ
હવે વાત કરીએ બોલિંગની તો દિલ્હી (Delhi Capitals)ની ટીમમાં કગિસો રબાડા જેવો મેચ વિનર ફાસ્ટ બોલર છે, પરંતુ રબાડા સંપૂર્ણ રીતે ફીટ નથી. ખરાબ ફિટનેસને કારણે તે ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પણ રમ્યો નથી. ફાસ્ટ બોલિંગમાં ઇશાંત શર્મા, મોહિત શર્મા પણ આ ટીમને મજબૂતી આપે છે. દિલ્હીની પાસે સારા સ્પિનર બોલર છે. અક્ષર પટેલ, અમિત મિશ્રા અને આર અશ્વિન ગમે તે બેટ્સમેનને આઉટ કરી શકે છે. નેપાળના લેગ સ્પિનર સંદીપ લામિછાનેએ પણ દમદાર કામ કર્યું છે.
આ સિવાય દિલ્હીની ટીમે ઓલરાઉન્ડર લલિત યાદને તક આપી છે, જે આ સીઝનમાં ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે. રણજી ટ્રોફીમાં ધૂમ મચાવનાર બોલર તુષાર દેશપાંડે પણ દિલ્હી માટે મહત્વનો સાબિત થઈ શકે છે. ટીમે બિગ બેશ લીગમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ડેનિયલ સેમ્સને પણ સામેલ કર્યો છે, જે સારો બેટ્સમેન પણ છે.
દિલ્હી કેપિટલ્સની ટીમ
IPL 2020 Delhi Capitals squad list: દિલ્હી કેપિટલ્સઃ શ્રેયસ અય્યર, પૃથ્વી શો, રિષભ પંત, શિખર ધવન, અક્ષર પટેલ, કીમો પોલ, અમિત મિશ્રા, આવેશ ખાન, હર્ષલ પટેલ, ઇશાંત શર્મા, કગીસો રબાડા, સંદીપ લામિછાને, આર અશ્વિન, અજિંક્ય રહાણે, એલેક્સ કેરી, શિમરોન હેટ્માયર , માર્કસ સ્ટોઇનિસ, મોહિત શર્મા, લલિત યાદવ અને તુષાર દેશપાંડે.
દિલ્હી કેપિટલ્સના મહત્વના ખેલાડી
દિલ્હી કેપિટલ્સનો સૌથી મહત્વનો ખેલાડી છે રિષભ પંત, જે છેલ્લી બે સીઝનથી દમદાર પ્રદર્શન કરી રહ્યો છે. પંતે પાછલી બે સીઝનમાં 1172 રન બનાવ્યા છે, તે પણ 45.07ની એવરેજની સાથે. બોલિંગમાં કગિસો રબાડા ટીમનું મુખ્ય હથિયાર છે. પાછલી સીઝનમાં રબાડાએ માત્ર 14.72ની એવરેજથી કુલ 25 વિકેટ પોતાના નામે કરી હતી.
દિલ્હી કેપિટલ્સનો સંપૂર્ણ કાર્યક્રમ
તારીખ | સમય | સમય | મેદાન | |
1 | 20 સપ્ટેમ્બર 2020 | કિંગ્સ ઇલેવન પંજાબ | 7:30 PM | દુબઈ |
2 | 25 સપ્ટેમ્બર 2020 | ચેન્નાઈ સુપર કિંગ્સ | 7:30 PM | દુબઈ |
3 | 29 સપ્ટેમ્બર 2020 | સનરાઇઝર્સ હૈદરાબાદ | 7:30 PM | અબુ ધાબી |
4 | 3 ઓક્ટોબર 2020 | કોલકાતા નાઈટ રાઇડર્સ | 7:30 PM | શારજાહ |
5 | 5 ઓક્ટોબર 2020 | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 7:30 PM | દુબઈ |
6 | 9 ઓક્ટોબર 2020 | રાજસ્થાન રોયલ્સ | 7:30 PM | શારજાહ |
7 | 11 ઓક્ટોબર 2020 | મુંબઈ ઈન્ડિયન્સ | 7:30 PM | અબુ ધાબી |
8 | 14 ઓક્ટોબર 2020 | રાજસ્થાન રોયલ્સ | 7:30 PM | દુબઈ |
9 | 17 ઓક્ટોબર 2020 | ચેન્નાઈ સુપર કિંગ્સ | 7:30 PM | શારજાહ |
10 | 20 ઓક્ટોબર 2020 | કિંગ્સ ઇલેવન પંજાબ | 7:30 PM | દુબઈ |
11 | 24 ઓક્ટોબર 2020 | કોલકાતા નાઈટ રાઇડર્સ | 3:30 PM | અબુ ધાબી |
12 | 27 ઓક્ટોબર 2020 | સનરાઇઝર્સ હૈદરાબાદ | 7:30 PM | દુબઈ |
13 | 31 ઓક્ટોબર 2020 | મુંબઈ ઈન્ડિયન્સ | 3:30 PM | દુબઈ |
14 | 2 નવેમ્બર 2020 | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 7:30 PM | અબુ ધાબી |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે