રોહિત અને મયંકે બનાવ્યો રેકોર્ડ, પ્રથમ ઓપનિંગ ભાગીદારીમાં ફટકાર્યા 200 રન

ભારત અને આફ્રિકા વચ્ચે વિઝાગમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમવાર ઓપનિંગ કરી રહ્યો છે. 

રોહિત અને મયંકે બનાવ્યો રેકોર્ડ, પ્રથમ ઓપનિંગ ભાગીદારીમાં ફટકાર્યા  200 રન

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ ચર્ચા ભારતીય ઓપનિંગ જોડીને લઈને થઈ રહી છે. ટીમ ઈન્ડિયા (Team India) તરફથી રોહિત શર્મા પ્રથમવાર ઓપનિંગ કરી રહ્યો છે અને આ તેની પસંદ નહીં મજબૂરી છે. રોહિત શર્મા (Rohit Sharma)એ આ મજબૂરીનો પણ ફાયદો ઉઠાવતા એક રેકોર્ડ બનાવી લીધો છે. તેણે પોતાની પ્રથમ ઓપનિંગ ઈનિગંમાં ન માત્ર મોટી ઈનિંગ રમી, પરંતુ બેવડી સદીની ભાગીદારી પણ કરી છે. આ રીતે રોહિત શર્મા અને મયંક અગ્રવાલ દેશની તે પસંદગીની ઓપનિંગ જોડીમાં સામેલ થઈ ચુકી છે. 

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે (India vs South Africa) બુધવારથી વિશાખાપટ્ટનમમાં ટેસ્ટ શરૂ થઈ છે. દેશ જ નહીં દુનિયાભરના ક્રિકેટપ્રેમિઓ તે જાણવા ઈચ્છતા હતા કે રોહિત શર્મા ટેસ્ટ મેચમાં ઓપનિંગ કરતા કેવું રમશે. ભારતીય ક્રિકેટપ્રેમિતો તેનામાં વીરેન્દ્ર સહેવાગની છબી શોધી રહ્યાં હતા. રોહિત શર્માએ વીરૂની શૈલીમાં તોફાની બેટિંગ તો ન કરી, પરંતુ ભારતને સારી શરૂઆત જરૂર અપાવી. તેને મયંક અગ્રવાલનો પણ સારો સાથ મળ્યો હતો. 

રોહિત શર્મા અને મયંક અગ્રવાલે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે આફ્રિકાને એકપણ સફળતા હાસિલ ન કરવા દીધી. બંન્નેએ લંચબ્રેક સુધી 30 ઓવરમાં 91 રન બનાવ્યા હતા. રોહિતે લંચ પહેલા પોતાની અડધી સદી પૂરી કરી હતી. મયંક અગ્રવાલે લંચબ્રેક બાદ 50નો આંકડો પાર કર્યો હતો. 

રોહિત શર્મા અને મયંક અગ્રવાલે લંચબ્રેક બાદ સદીની ભાગીદારી કરી હતી. બંન્નેએ 35.3 ઓવરમાં 100 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીમાં રોહિત શર્મા સીનિયર પાર્ટનર રહ્યો. તેણે 58 રન બનાવ્યા હતા. લંચ બાદ બંન્નેએ ભારતનો સ્કોર 200ને પાર કરાવ્યો હતો. આ વચ્ચે ખરાબ પ્રકાશને કારણે રમત રોકવામાં આવી હતી. ત્યારે ટીબ્રેક લેવામાં આવ્યો હતો. તે સમયે ભારતનો સ્કોર વિના વિકેટે 202 રન હતો. 

રોહિત અને મયંક એકસાથે ઓપનિંગ કરતા પ્રથમ ઈનિંગમાં સદીની ભાગીદારી કરનારી સાતમી ભારતીય જોડી છે. ભારત માટે આ કારનામું સૌથી પહેલા વીનૂ માંકડ અને ફારૂખ એન્જિનિયરે કર્યું હતું. આ બંન્નેએ 1969-70મા કાનપુરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં 111 રનની ભાગીદારી કરી હતી. 

માંકડ અને એન્જિનિયરની આ એલીટ ક્લબમાં આશરે 12 વર્ષ બાદ સુનીલ ગાવસ્કર  અને અરૂણ લાલ પણ સામેલ થયા હતા. વીરેન્દ્ર સહેવાગ અને રાહુલ દ્રવિડે આ ક્લબમાં ત્રીજી જોડીના રૂપમાં એન્ટ્રી કરી હતી. આ બંન્નેએ પ્રથમવાર ઓપનિંગ કરતા 410 રન ફટકારી દીધા હતા. 

વસીમ જાફર અને દિનેશ કાર્તિકે આફ્રિકા વિરુદ્ધ 153 રનની ભાગીદારી કરીને આ ક્લબમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ મુરલી વિજય અને શિખર ધવનનો નંબર આવ્યો હતો. આ બંન્નેએ 289 રન જોડીને આ એલિટ ક્લબમાં એન્ટ્રી કરી હતી. હાલમાં ટેસ્ટ ટીમથી બહાર થયેલ રાહુલ પણ આ ક્લબમાં સામેલ છે. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાર્થિવ પટેલની સાથે 152 રનની ભાગીદારી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news