IND vs SL: સંજૂ સેમસનને 5 વર્ષ બાદ મળી તક, બનાવ્યો અનોખો રેકોર્ડ


સંજૂ સેમસને 19 જુલાઈ 2015ના ઝિમ્બાબ્વે વિરુદ્ધ પોતાનું આંતરરાષ્ટ્રીય પર્દાપણ કર્યું હતું. તે મુકાબલામાં ભારતીય ટીમના કેપ્ટન અંજ્કિય રહાણે અને ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે જેવી ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

IND vs SL: સંજૂ સેમસનને 5 વર્ષ બાદ મળી તક, બનાવ્યો અનોખો રેકોર્ડ

નવી દિલ્હીઃ  Sanju Samson Team India: આશરે 5 વર્ષના લાંબા સમય બાદ વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને ભારતીય ટીમની અંતિમ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. વર્ષ 2015માં પોતાની એકમાત્ર ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ સંજૂ સેમસનને શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝના અંતિમ મુકાબલામાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. રિષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. 

સંજૂ સેમસને 19 જુલાઈ 2015ના ઝિમ્બાબ્વે વિરુદ્ધ પોતાનું આંતરરાષ્ટ્રીય પર્દાપણ કર્યું હતું. તે મુકાબલામાં ભારતીય ટીમના કેપ્ટન અંજ્કિય રહાણે અને ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે જેવી ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સંજૂ સેમસને તે મેચમાં નિચલા ક્રમમાં બેટિંગ કરવાની તક મળી હતી. 

સંજૂ સેમસને ઝિમ્વાબ્વે વિરુદ્ધ 24 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 19 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 79.17ની રહી હતી. આ તે એકમાત્ર મેચ છે, જેમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ સંજૂ સેમસનને ક્યારેય ભારતીય ટીમમાં તક મળી નથી. હવે અંતે 5 વર્ષ બાદ તેને અંતિમ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. 

બનાવ્યો અનોખો રેકોર્ડ
સેમસને પોતાની એકમાત્ર ટી20 આંતરરાષ્ટ્રીય મેચ 19 જુલાઈ 2015ના ઝિમ્બાબ્વે વિરુદ્ધ હરારેમાં રમી હતી. ત્યારબાદ તેને તક ન મળી. આ વચ્ચે ભારતે 73 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી અને હવે સેમસનને તક મળી છે. 

આ રીતે તે ભારત તરફથી બે મેચો વચ્ચે સર્વાધિક મેચોમાં બહાર રહેનાર ખેલાડી બની ગયો છે. આ પહેલા રેકોર્ડ ઉમેશ યાદવના નામે હતો, જે 2012થી 2018 વચ્ચે 65 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં રમ્યો નહતો. ત્યારબાદ દિનેશ કાર્તિક (56) અને મોહમ્મદ શમી (43)નો નંબર આવે છે. આ મામલામાં વિશ્વ રેકોર્ડ ઈંગ્લેન્ડના જો ડેનલીના નામ ર છે જે 2010થી 2018 વચ્ચે 79 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બહાર રહ્યો હતો. ઈંગ્લેન્ડનો લિયામ પ્લંકેટ 74 મેચોની સાથે બીજા સ્થાને છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news