જ્યારે પત્રકારોએ વિરાટ કોહલીને પૂછ્યો CAA પર સવાલ? મળ્યો આ જવાબ

વિરાટ કોહલીએ પ્રથમ ટી20ની પૂર્વ સંધ્યા પર કહ્યું, 'આ મામલા પર (સીએએ) હું કોઈપણ પ્રકારનો બિન-જવાબદાર થઈને બોલવા ઈચ્છતો નથી, જેને લઈને અલગ-અલગ વિચાર છે. મારે સંપૂર્ણ જાણકારી લેવાની જરૂર છે, તેનું શું મહત્વ છે, તે જાણવું જરૂરી છે. 

જ્યારે પત્રકારોએ વિરાટ કોહલીને પૂછ્યો CAA પર સવાલ? મળ્યો આ જવાબ

ગુવાહાટીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) પર કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, આ પ્રકારના સંવેદનશીલ મુદ્દા પર જાણકારી મેળવ્યા વગર તે ટિપ્પણી કરશે નહીં. ભારતીય ટીમ શ્રીલંકા વિરુદ્ધ 5 જાન્યુઆરીથી 3 મેચોની ટી20 સિરીઝનો પ્રારંભ ગુવાહાટીથી કરશે. સીએએને લઈને ગુવાહાટીમાં વિરોધ પ્રદર્શન થયા હતા. 

વિરાટ કોહલીએ પ્રથમ ટી20ની પૂર્વ સંધ્યા પર કહ્યું, 'આ મામલા પર (સીએએ) હું કોઈપણ પ્રકારનો બિન-જવાબદાર થઈને બોલવા ઈચ્છતો નથી, જેને લઈને અલગ-અલગ વિચાર છે. મારે સંપૂર્ણ જાણકારી લેવાની જરૂર છે, તેનું શું મહત્વ છે, તે જાણવું જરૂરી છે. ત્યારબાદ જવાબદારીથી મારા વિચારો રાખીશ.'

મહત્વનું છે કે ત્રણ પાડોસી દેશો (અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાન)થી ધાર્મિક પજવણીને કારણે ભારતમાં શરણ ઈચ્છનારા હિન્દુ, શીખ, ઇસાઈ, પારસી, બૌદ્ધ અને જૈન સમુદાયના લોકોને નાગરિકતા આપવા માટે સીએએ-2019 બનાવવામાં આવ્યું છે. 

વર્ષ 2016માં વિરાટ કોહલીએ નોટબંધી (500 અને 1000ની નોટ બંધ)ને ભારતીય રાજનીતિમાં સૌથી મોટું પગલું ગણાવ્યું હતું. ત્યારબાદ ઘણા લોકોએ આ નિવેદનની ટીકા કરી હતી. સીએએને લઈને વિરાટે સ્પષ્ટ કર્યું કે, જાણકારી મેળવ્યા વગર આ મુદ્દે કંઈ બોલીશ નહીં જેથી કોઈપણ વિવાદ ન થાય. 

તેણે કહ્યું, 'જ્યારે તમે કંઇ કહો છો, તો પછી બીજુ કોઈ અલગ કહે છે. તેથી હું આવા કોઈપણ મુદ્દામાં ફસાવા ઈચ્છતો નથી, જેના વિશે સંપૂર્ણ જાણકારી નથી.'

India vs Sri Lanka, ગુવાહાટી T20: નવા વર્ષની શરૂઆતમાં બુમરાહ, ધવન પર નજર  

કોહલી આ શહેરમાં સુરક્ષાની વ્યવસ્થાને લઈને ખુશ જોવા મળ્યો અને તેણે કહ્યું કે, ગુવાહાટી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેણે કહ્યું, 'શહેર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અમે રસ્તા પર કોઈપણ પ્રકારની સમસ્યા જોઈ નથી.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news