ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીતનો PM Modi એ કર્યો ઉલ્લેખ તો વિરાટે આપ્યો જવાબ

India-Australia Test Series: ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં ભારતે 4 મેચોની ટેસ્ટ સિરીઝ 2-1થી પોતાના નામે કરી અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ પોતાની પાસે રાખી. પીએમ મોદીએ તેનો ઉલ્લેખ મન કી બાત કાર્યક્રમમાં પણ કર્યો. 

Updated By: Jan 31, 2021, 04:02 PM IST
ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીતનો PM Modi એ કર્યો ઉલ્લેખ તો વિરાટે આપ્યો જવાબ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે આ મહિને ઓસ્ટ્રેલિયામાં તેની જમીન પર ટેસ્ટ સિરીઝમાં માત આપીને ઈતિહાસ રચી દીધો હતો. આ જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ખુશી જાહેર કરી. તેમણે રવિવારે રેડિયો કાર્યક્રમ મન કી બાત (Man ki baat) કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. 

પીએમ મોદીએ કહ્યુ, 'આ મહિને, ક્રિકેટ પિચથી ખુબ સારા સમાચાર મળ્યા. આપણી ક્રિકેટ ટીમે શરૂઆતી મુશ્કેલી બાદ શાનદાર વાપસી કરતા ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી. અમારા ખેલાડીઓની આકરી મહેનત અને ટીમ વર્ક પ્રેરિત કરનારુ છે.'

તેના પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ પણ રિપ્લાઈ આપ્યો. તેમણે પીએમઓના (PMO) ના ટ્વીટને રીટ્વીટ કરતા તેના પર તિરંગો પોસ્ટ કર્યો. 

ભારત અને યજમાન ઓસ્ટ્રેલિયા (AUS vs IND) વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ મહેમાન ટીમે 2-1થી જીતી હતી. સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતના ઘણા સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત હતા, તેમ છતાં 3 વિકેટથી મેચ જીતી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખી હતી. 

આ પણ વાંચોઃ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને મળી હોસ્પિટલમાંથી રજા, એંજિયોપ્લાસ્ટી બાદ થયા ડિસ્ચાર્જ

અંજિક્ય રહાણે (Ajinkya rahane) એ સિરીઝની ત્રણ ટેસ્ટ મેચોમાં ટીમની કમાન સંભાળી અને બે મેચમાં જીત મેળવી હતી. વિરાટ કોહલી પેટરનિટી લીવ પર શરૂઆતી ટેસ્ટ મેચ રમી સ્વદેશ પરત ફર્યો હતો. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube