પોરબંદર

Porbandar: Lioness Gives Birth To Cubs in Barda Sanctuary PT2M23S

પોરબંદરઃ બરડા અભયારણ્યમાં સિંહણે 4 સિંહબાળને આપ્યો જન્મ

પોરબંદરઃ સરિતા નામની સિંહણે આપ્યો ચાર સિંહબાળને જન્મ, 1 નર અને 3 માદા સિંહબાળને આપ્યો હતો જન્મ. 1 નર સિંહબાળ અને 1 માદા સિંહબાળનું મોત. 2 માદા સિંહબાળને જૂનાગઢ ખસેડવામાં આવ્યા.

Aug 23, 2019, 02:30 PM IST

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ શરૂ

લોકમેળાનું નામ પડતા જ સૌરાષ્ટ્રવાસીઓ ખુશ થઈ જતા હોય છે.તેમા પણ સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ પોરબંદર જન્માષ્ટમીનો લોકમેળો સૌથી પ્રખ્યાત ગણાય છે.ત્યારે ચાલો જોઈએ ક્યારથી શરૂ થઈ રહ્યો છે. આ લોકમેળોને લઇને તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. 
 

Aug 21, 2019, 09:45 PM IST
Bhaskti Sangam Porbandar Bhaveshwar Mahadev PT7M20S

ભક્તિ સંગમ: અહીં દર્શન કરો પોરબંદરના ભાવેશ્વર મહાદેવ મંદિરના

મહાદેવની ભક્તિમાં લીન થવાનો સમય એટલે પવિત્ર શ્રાવણમાસ દરેક શિવાલયોમાં હરહર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે.દરેક શિવાલયનુ પોતાનુ એક ઐતિહાસીક અને ધાર્મિક મહત્વ હોય છે આવો જ પૌરાણીક ઈતિહાસ ધરાવતુ શિવજીનુ મંદિર એટલે પોરબંદરના મધ્યે આવેલ ભાવેશ્વર મહાદેવનુ મંદિર.ત્યારે ચાલો જાણીએ શિવભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાના આ ભાવેશ્વર મહાદેવ મંદિરનો શુ છે ઈતિહાસ અને શુ છે અહીનો મહિમા.

Aug 21, 2019, 09:25 AM IST

પોરબંદર: રાણાવાવ ખાતે તૈયાર થયું ટેકનોલોજીથી સજ્જ ‘સ્માર્ટ પોલીસ સ્ટેશન’

ગુજરાત સરકારના ગૃહ વિભાગની યોજના અંતર્ગત પોરબંદરના જિલ્લાના રાણાવાવ ખાતે સ્માર્ટ પોલીસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નિર્માણ પામેલ આ સ્માર્ટ પોલીસ સ્ટેશનનું આજે રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવમાં આવ્યુ હતુ. 

Aug 17, 2019, 06:12 PM IST
Porbandar: State Home Minister Pradipsinh Jadeja Gives Important Statement Regarding Rides PT1M53S

પોરબંદર લોકમેળાને લઈને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહનું નિવેદન, જુઓ શું કહ્યું

પોરબંદરવાસીઓ માટે મેળાને લઈને સારા સમાચાર, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહનું નિવેદન, 'કહ્યું ‘ચકડોળને કેટલીક છુટછાટ આપી મંજૂરી અપાશે’.

Aug 17, 2019, 01:05 PM IST

પોરબંદરનો જન્મદિવસ : સુદામાની નગરીએ આજે 1029 વર્ષ પૂરા કર્યાં

પોરબંદર આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે ઓળખાતુ આવ્યું છે. પરંતુ વિક્રમ સવંત પ્રમાણે જોઈએ તો, પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046ના શ્રાવણી પૂનમના દિવસે થઈ હતી. આ શહેરને ગાંધી જન્મભૂમિ, સુરખાબી નગર જેવી અનેક ઉપમાઓ મળી છે. ત્યારે આજે પોરબંદરે 1029 વર્ષ પૂર્ણ કરીને 1030માં વર્ષમા પ્રવેશ કર્યો છે. ત્યારે જોઈએ સુદામા અને ગાંધીભૂમિથી વિશ્વ વિખ્યાત બનેલ પોરબંદરનો ઈતિહાસ કેવો છે. 

Aug 15, 2019, 01:19 PM IST
Bhakti Sangam Porbandar Lankeshwar Mahadev PT6M13S

ભક્તિ સંગમ: પોરબંદરના લંકેશ્વર મહાદેવ દૂર કરે છે ભક્તોના કષ્ટ

પોરબંદરમાં આવેલા પ્રાચિન લંકેશ્વર મહાદેવના દર્શનાર્થે દરરરોજ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. અને એવુ પણ કહેવાય છે કે,લંકેશ્વર મહાદેવના મંદિરે સાત નારીયળ અને ચુંદડી ચડાવી કોઈ પણ મનોકામના કરવામાં આવે તો લંકેશ્વર મહાદેવ તેમની મનોકામના જરુરુથી પૂર્ણ કરે છે. તો દુધેશ્વર મહાદેવનો પણ દુધ ચડાવી કોઈ પૂજા અર્ચના કરાતા તેઓની મનોકામના પૂર્ણ થાય છે તેથી શિવભક્તો સવારથી જ અહી પૂજા અર્ચના કરતા જોવા મળે છે. તો એવુ પણ કહેવાય છે કે,સ્વામી વિવેકાનંદ જ્યારે પોરબંદરમાં આવ્યા હતા ત્યારે તેઓએ આ મંદિરના દર્શન કર્યા હોવાનો ઉલેખ્ખ પણ ઈતિહાસમાં જોવા મળે છે. હાલ તો પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો લંકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી ઘન્યતા અનુભવી રહ્યા હોવાનુ જણાવી રહ્યા છે.

Aug 14, 2019, 09:25 AM IST

Breaking : મોરબીમાં દીવાલ પડતા 7ના મોત, પોરબંદરમાં 3 માછીમારો ડૂબ્યા

મોરબીમાં દીવાલ નીચે દબાઈ જવાની ઘટનાથી સાત લોકોના મોત થયા છે. મોરબી બાપયાસ પાસે આવેલા મચ્છુનગર પાસે દીવાલ તૂટી પડી હતી. જેની નીચે કેટલાક લોકો દબાઈ ગયા હતા. આ ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા છે, તો બીજી તરફ 10 લોકોને દીવાલ નીચેથી કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડતી થઈ હતી. તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી. આ ઘટનામાં મૃત્યુ આંક હજુ વધે તેવી શક્યતા છે. 

Aug 10, 2019, 04:02 PM IST
 last rite of vitthal radadiya in jamkandodara PT35M23S

વિઠ્ઠલભાઈનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા

અંતિમદર્શન પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના જામકંડોરણા ખાતે નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો બાદમાં અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રા માટે ખાસ શબવાહિનીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. જામકંડોરણામાં સ્વયંભૂ બંધ પાળી વેપારીઓ અંતિમયાત્રામાં જોડાયા છે. અંતિમયાત્રા નીકળતા જ વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. અંતિમયાત્રા નીકળતા જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પુત્ર જયેશભાઇએ મુખાગ્નિ આપી હતી. ત્યાર બાદ વિઠ્ઠલભાઇનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો. આ દરમિયાન જયેશ રાદડિયા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

Jul 30, 2019, 05:40 PM IST

વિઠ્ઠલ રાદડિયાનો દેહ પંચમહાલભૂતમાં વિલીન, અંતિમ યાત્રામાં જોડાયા હતા 50 હજારથી વધુ લોકો

29 જુલાઈએ સવારે 10 વાગ્યે વિઠ્ઠલભાઈ રાદડિયાએ 60 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. લાંબી બીમારી બાદ વિઠ્ઠલ રાદડિયાનું અવસાન થયું છે. 

Jul 30, 2019, 10:03 AM IST
Funeral Will Be held today at Vitthal Radadia In Jamkandorana PT9M11S

વિઠ્ઠલ રાદડિયાના જામકંડોરણા ખાતે આજે થશે અંતિમ સંસ્કાર

ખેડૂત નેતા અને ભાજપન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે 30 જુલાઈના રોજ સવારે 7થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રખાશે. બપોરે 1 કલાકે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે.

Jul 30, 2019, 09:25 AM IST

ખેડૂતોના કદાવર નેતા વિઠ્ઠલ રાદડિયાના જામકંડોરણા ખાતે આજે થશે અંતિમ સંસ્કાર

ખેડૂત નેતા અને ભાજપન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે 30 જુલાઈના રોજ સવારે 7થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રખાશે. બપોરે 1 કલાકે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. 

Jul 29, 2019, 11:41 PM IST

દબંગ નેતા વિઠ્ઠલ રાદડિયાનો દબદબો એવો હતો કે, ચૂંટણી લડવા કોઈ પક્ષ કે ચિન્હની જરૂર ન હતી

ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડીયાના નિધન સાથે ગુજરાતના રાજકારણને એક મોટો ફટકો પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઇને તમામ રાજકીય હસ્તીઓએ વિઠ્ઠલ રાદડીયાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિઠ્ઠલ રાદડીયા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને તેના કારણે જ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી નહોતા લડ્યા

Jul 29, 2019, 03:24 PM IST

સોનિયા ગાંધીની ગુડબૂકમાં સામેલ વિઠ્ઠલ રાદડિયાએ એક વાતથી નારાજ થઈને છોડ્યું હતું કોંગ્રેસ

લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહેલ સૌરાષ્ટ્રના લોકલાડીલા નેતા વિઠ્ઠલ રાદડીયાનું આજે અવસાન થયું હતું. લાંબી માંદગીને કારણે તેમને 2019ની લોકસભામાં ટિકીટ પણ ફાળવાઈ ન હતી. જેને કારણે અનેક વાતો વહેતી થઈ હતી. વિઠ્ઠલ રાદડીયાનો સૌરાષ્ટ્રમાં ભારે દબદબો હતો. 

Jul 29, 2019, 03:04 PM IST
PT13M31S

ખેડૂત નેતા અને ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન

ખેડૂત નેતા અને ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રખાશે.

Jul 29, 2019, 12:35 PM IST

વિધવા વહુના બીજા લગ્ન કરાવીને વિઠ્ઠલ રાદડિયાએ સમાજને નવી દિશા બતાવી હતી

સૌરાષ્ટ્રના લોકલાડીલા અને ખેડૂત નેતા કહેવાતા વિઠ્ઠલ રાદડિયાનું આજે સવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના પુત્ર અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ટ્વિટરના માધ્યમથી પિતાના મોતના સમાચાર આપ્યા હતા. વિઠ્ઠલ રાદડિયા જેટલા રાજકીય ક્ષેત્રે લોકપ્રિય છે, તેટલા જ સમાજસેવામાં પણ અવ્વલ હતા. 

Jul 29, 2019, 12:24 PM IST

પૂર્વ મંત્રી અને સૌરાષ્ટ્રના લોકલાડીલા નેતા વિઠ્ઠલ રાદડિયાનું નિધન, ઘેરા શોકની લાલીમા

ખેડૂત નેતા અને ભાજપન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રખાશે.

Jul 29, 2019, 11:46 AM IST

પોરબંદરમાં ટ્યુશન શિક્ષિકાએ કર્યું એવું કામ કે શરમથી માથું ઝુકી જશે

હોમવર્ક કરીને ન લાવનારા બાળકને ટ્યુશન શિક્ષિકાએ આપી એવી સજા કે બિચારો બાળક પાણી-પાણી થઈ ગયો 
 

Jul 26, 2019, 11:19 PM IST
Porbandar: Congress Spokesperson Manish Doshi Reacts on Viral Video of Man Thrashing Kids PT2M46S

પોરબંદરમાં માર મારતો વીડિયો વાયરલ થવાનો મામલો, જુઓ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શું કહ્યું

પોરબંદરમાં માર મારતો વીડિયો વાયરલ થવાનો મામલો, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું,"વગદાર લોકો સામે સરકાર કડક પગલા લઇ દાખલો બેસાડે."

Jul 23, 2019, 04:30 PM IST

ખેતી નિષ્ફળ જતા પોરબંદરના ખેડૂતોને રોવાનો વારો આવ્યો, પાક વીમાની કરી માંગ

મેઘરાજાએ રાજ્યના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારી મેઘ મહેર કરી છે. પરંતુ સૌરાષ્ટ્રના પોરબંદર સહિતના વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂત ચિંતીત બન્યા છે. તો જિલ્લાના બરડા પંથકના હજારો ખેડૂતોના પાક વરસાદ ખેંચાતા નિષ્ફળ નિવડ્યો છે, જેથી ખેડૂતોએ તાત્કાલિક પાક વીમા અંગેનો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને પાક વિમાની રકમ ચૂકવાય તે અંગેની માંગ સાથે ખેડૂતો જિલ્લા ખેતીવાડીની કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી.

Jul 23, 2019, 08:50 AM IST