રાજસ્થાનની લડાઈ રોકવા પ્રિયંકા ગાંધી મેદાનમાં, ગેહલોત-પાયલટને સમજાવવાનો પ્રયત્ન
રાજસ્થાન રાજકીય સંકટનો હજુ અંત આવ્યો નથી. આજે યોજાનારી કોંગ્રેસ ધારાસભ્યો દળની બેઠકમાં સ્થિતિ સ્પષ્ટ થવાની છે. પાયલટ હજુ જયપુરથી બહાર છે, તેવામાં બધાની નજર તેમના પર છે.
Trending Photos
જયપુરઃ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે થોડીવારમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. આ બેઠકો માટે ધારાસભ્યો પહોંચી ગયા છે. કોંગ્રેસ પાર્ટી તરફથી વ્હિપ જારી કરી કહેવામાં આવ્યું છે કે જે આ બેઠકમાં હાજર નહીં રહે તેના પર પગલા ભરવામાં આવી શકે છે. આ વચ્ચે સચિન પાયલટ જૂથનો દાવો છે કે તેના સમર્થનમાં 30 ધારાસભ્યો છે, જે આ બેઠકમાં સામેલ થશે નહીં.
મોટા અપડેટ
- ફરી લાગ્યા સચિન પાયલટના પોસ્ટર
કોંગ્રેસ ઓફિસમાં સોમવારે સવારે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટના પોસ્ટર હટાવી દેવામાં આવ્યા હતા, જે હવે હટાવી દીધા છે. અશોક ગેહલોતે બદુમતની સંખ્યા દેખાડી દીધી છે. તેમણે મીડિયાની સામે પોતાના સમર્થક ધારાસભ્યોને દેખાડી દીધા છે. ત્યારબાદ કોંગ્રેસ ઓફિસ પર સચિન પાયલટના પોસ્ટર ફરી લગાવી દેવામાં આવ્યા છે.
- મુખ્યમંત્રી અશોક ગેહલોતે મીડિયાને પોતાના આવાસ પર બોલાવ્યા છે, જ્યાં પર ધારાસભ્યોની સંખ્યાનું શક્તિ પ્રદર્શન કરાવ્યું છે. અશોક ગેહલોત તરફથી સતત 100થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાની વાત કહેવામાં આવી રહી છે. આ દરમિયાન અશોક ગેહલોતે મીડિયાની સામે વિક્ટ્રી સાઇન પણ દેખાડી છે.
- રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે દાવો કર્યો કે, 25 ધારાસભ્યો તેમની સાથે છે. સચિન પાયલટે સ્પષ્ટ કહ્યુ કે, તે જયપુરમાં યોજાનારી બેઠકમાં ભાગ લેશે નહીં. બીજીતરફ ગેહલોત જૂથનો દાવો છે કે તેમની સાથે 102 ધારાસભ્યો છે.
- કેન્દ્રીય નેતૃત્વ તરફથી જયપુર મોકલવામાં આવેલા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે, છેલ્લા 48 કલાકમાં કોંગ્રેસ નેતૃત્વએ ઘણીવાર સચિન પાયલટ સાથે વાત કરી છે. રાજસ્થાન સરકાર જનતાની સેવા માટે કામ કરશે. અમે બધા ધારાસભ્યો અને નેતાઓને અપીલ કરીએ છીએ કે જે ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ થાય અને કોંગ્રેસની સરકારને મજબૂત કરવાનું કામ કરે.
સુરજેવાલાએ કહ્યુ કે, ક્યારેક-ક્યારેક વૈચારિક મતભેદ ઉભા થાય છે, પરંતુ તેનાથી પોતાની સરકારને નબળી પાડવી યોગ્ય નથી. જો કોઈ મતભેદ હોય તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની આગેવાનીમાં તેનુ સમાધન થશે. વ્યક્તિગત પ્રતિસ્પર્ધા દ્વારા સરકારને નબળી પાડવી યોગ્ય નથી. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે ભાજપ તરફતી તપાસ એજન્સીઓને આગળ કરવામાં આવી રહી છે. આજે સવારે કોંગ્રેસના સાથીઓ પર આ રીતે દરોડા પડાવી ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
- હવે થોડીવારમાં કોંગ્રેસ ધારાસભ્યો દળની બેઠક થવાની છે. આશરે 90 ધારાસભ્યો પહોંચી ગયા છે, જેમાં પાયલટના સમર્થક મનાતા ચાર એમએલએ પણ સામેલ છે. આશરે 10 અપક્ષ ધારાસભ્યો બેઠક માટે પહોંચી ગયા છે.
- શું છે રાજ્યનું રાજકીય ગણિત
રાજસ્થાનમાં કોંગ્રેસની પાસે પોતાના 107 ધારાસભ્યો છે. તેની સાથે 12 અપક્ષ અને 6 અન્ય પાર્ટીઓના ધારાસભ્યો છે. તો ભાજપની પાસે 72 ધારાસભ્યો છે અને આરએલપીના 3 ધારાસભ્યો તેના સમર્થનમાં છે. જો પાયલોટ 27 ધારાસભ્યોને તોડવામાં સફળ થાય તો ગેહલોત સરકાર અલ્પમતમાં આવી જશે. તેવામાં બહુમત સાબિત કરવા માટે 101 ધારાસભ્યોની જરૂર પડશે, આ આંકડો ભેગો કરવો સરળ રહેશે નહીં.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે