રાજસ્થાન રાજકીય સંકટઃ ના BJP, ના કોંગ્રેસ, સચિન પાયલટ આ નામથી તૈયાર કરશે થર્ડ ફ્રંટ!


રાજસ્થાનમાં પ્રથમવાર નથી જ્યારે ત્રીજા મોર્ચાની કવાયત શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અને ભાજપનું પ્રભુત્વ હોવાને કારણે ત્રીજા મોર્ચાના પ્રયાસ જરૂર થયા છે પરંતુ તેમાં સફળતા મળી નથી. હવે અશોક ગેહલોત સાથે વિવાદ બાદ સચિન પાયલટે ત્રીજો મોર્ચો બનાવવાની કવાયત શરૂ કરી છે. 
 

રાજસ્થાન રાજકીય સંકટઃ ના BJP, ના કોંગ્રેસ, સચિન પાયલટ આ નામથી તૈયાર કરશે થર્ડ ફ્રંટ!

જયપુરઃ રાજસ્થાન રાજકીય ધમાસાણ  (Rajasthan Political Crisis) રોકાવાનું નામ લઈ રહી નથી. જે રીતે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટ  (Sachin Pilot)એ બળવો શરૂ કરી દીધો છે. તેનાથી અશોક ગેહલોત સરકાર સંકટમાં ફસાતી જોવા મળી રહી છે. સચિન પાયલટે સીએમ અશોક ગેહલોતના વલણ પર નારાજગી વ્યક્ત કરતા, બળવો કર્યો છે. તેમણે સાથે 30 ધારાસભ્યોના સમર્થનનો પણ દાવો કર્યો છે. આ વચ્ચે તેઓ ભાજપના સંપર્કમાં હોવાની પણ વાત સામે આવી રહી છે. બીજીતરફ તે પણ કહેવામાં આવી રહ્યું છે કે સચિન પાયલટ ત્રીજો મોર્ચો (Sachin Pilot Form Third Front) પણ બનાવી શકે છે. સૂત્રો પ્રમાણે પાયલટની નવી પાર્ટીનું નામ પ્રગતિશીલ મોર્ચા કે પ્રગતિશીલ કોંગ્રેસ હોઈ શકે છે. 

સચિન પાયલટ બનાવશે થર્ડ ફ્રંટ!
સચિન પાયલટના ત્રીજા મોર્ચા બનાવવાની પાછળ ઘણા કારણ સામે આવી રહ્યાં છે. સૌથી મોટુ કારણ તે જણાવવામાં આવી રહ્યું છે કે હાલની રાજકીય સ્થિતિમાં પાયલટના સમર્થનમાં એટલા ધારાસભ્યો નથી જેનાથી અશોક ગેહલોતની સરકાર પાડી શકાય. અશોક ગેહલોત પણ સતત ધારાસભ્યો અને પાર્ટી નેતાઓ સાથે સંપર્ક કરીને બેઠકો યોજી રહ્યાં છે. તેમના નિવાસ્થાને ધારાસભ્યોની બેઠક પણ શરૂ થઈ ગઈ છે. આ સ્થિતિ જોતા પાયલટ થર્ડ ફ્રંટ પર વિચાર કરી રહ્યાં છે. 

30 ધારાસભ્યો સાથે હોવાનો કર્યો દાવો
હકીકતમાં સચિન પાયલટે કોંગ્રેસના 30 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે, જો તેમને આ ધારાસભ્યોનો સાથ મળે છે અને થર્ડ ફ્રંટ બનાવે છે તો ગેહલોતના જૂથને નુકસાન થઈ શકે છે. પરંતુ ત્રીજા મોર્ચો બનાવવા માટે પહેલા તેમણે કોંગ્રેસ પાર્ટીના એક તૃતિયાંસ ધારાસભ્યોને પોતાની સાથે લાવવા પડશે. હાલના ધારાસભ્યોની સંખ્યાના આધાર પર ઓછામાં ઓછા 35થી 40 ધારાસભ્યોનું સમર્થન પાયલટે મેળવવુ પડશે, જે મુશ્કેલ કામ લાગી રહ્યું છે. 

રાજસ્થાનમાં રાજકીય ગરમાવો, સીએમ અશોક ગેહલોતના નજીકના વ્યક્તિઓના ઘરે ITના દરોડા  

પ્રગતિશીલ મોર્ચા કે પ્રગતિશીલ કોંગ્રેસ હોઈ શકે છે નામ
આ વચ્ચે સમાચાર આવી રહ્યાં છે કે સચિન પાયલટ પોતાની નવી પાર્ટીનું નામ પ્રગતિશીલ મોર્ચા કે પ્રગતિશીલ કોંગ્રેસ રાખી શકે છે. જો સચિન પાયલટ થર્ડ ફ્રંટ બનાવવામાં સફળ રહે તો તેવી સ્થિતિમાં ભાજપના સમર્થનથી સરકાર બનાવવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ શું ભાજપ તેમને મુખ્યમંત્રી તરીકે સ્વીકાર કરશે, તે મુખ્ય સવાલ હશે. હાલ તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. પરંતુ તે વાતની સૂચના જરૂર છે કે પાયલટ ભાજપના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે. 

જુઓ LIVE TV

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news