CAAના સમર્થનમાં અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર પર ભારતીય સમુદાયના લોકોએ કર્યું પ્રદર્શન
ટાઈમ્સ સ્ક્વેર (Times Square) પર ભેગા થયેલા લોકોના હાથમાં નાગરિકતા સમર્થનના બેનરો હતાં. આ બેનરો પર સીએએ માનવાધિકાર માટે છે, ઈન્ડિયન અમેરિકન સીએએનું સમર્થન કરે છે, અમે નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કરીએ છીએ. અમે અલ્પસંખ્યકોના સન્માન સાથે જીવવાના અધિકારોનું પણ સમર્થન કરીએ છીએ જેવા સ્લોગનો લખ્યા હતાં.
Trending Photos
ન્યૂયોર્ક: અમેરિકા (USA) માં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને સમર્થનમાં ઉતરી પડ્યા છે. આ કાયદાને લઈને ખોટી સૂચનાઓ અને ભ્રમણાઓ દૂર કરવા માટે તેઓ રેલી યોજી રહ્યાં છે. આ જ કડીમાં ન્યૂયોર્ક (New York) ના ટાઈમ્સ સ્ક્વેર (Times Square) પર નાગરિકતા કાયદાના સમર્થનમાં તેમણે રેલી યોજી.
ટાઈમ્સ સ્ક્વેર (Times Square) પર ભેગા થયેલા લોકોના હાથમાં નાગરિકતા સમર્થનના બેનરો હતાં. આ બેનરો પર સીએએ માનવાધિકાર માટે છે, ઈન્ડિયન અમેરિકન સીએએનું સમર્થન કરે છે, અમે નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કરીએ છીએ. અમે અલ્પસંખ્યકોના સન્માન સાથે જીવવાના અધિકારોનું પણ સમર્થન કરીએ છીએ જેવા સ્લોગનો લખ્યા હતાં.
New York: Members of Indian diaspora demonstrate at Times Square in support of #CitizenshipAmendmentAct (29.12.19) #USA pic.twitter.com/Y4oDMgL15J
— ANI (@ANI) December 30, 2019
આ અગાઉ પણ ગત અઠવાડિયે અનેક અમેરિકી શહેરોમાં નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) અને એનઆરસી (NRC) ના સમર્થનમાં મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકનોએ પ્રદર્શન કર્યાં. આ પ્રદર્શનના આયોજકોનું કહેવું હતું કે આ કાયદાને લઈને ખોટી સૂચનાઓ અને ભ્રમણાઓ દૂર કરવા માટે પ્રદર્શનનું આયોજન થયું હતું.
આયોજકોના જણાવ્યાં મુજબ 22 ડિસેમ્બરના રોજ ડબલિન, ઓહિયો, અને ઉત્તર કેરલિનામાં રેલીઓ આયોજિત થઈ. આ અગાઉ 20 ડિસેમ્બરના રોજ હ્યુસ્ટનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની સામે સીએએના સમર્થનમાં પ્રદર્શન થયું. આ દરમિયાન આયોજકોએ જાણકારી આપી હતી કે ડલ્લાસ, શિકાગો, સેન ફ્રાન્સિસકો, ન્યૂયોર્ક સિટી, વોશિંગ્ટન ડીસી, અટલાન્ટા, સાન જોન્સ સહિત અનેક સ્થળોએ પણ આવનારા દિવસોમાં પ્રદર્શન કરવાની યોજના છે.
જુઓ LIVE TV
આ દરમિયાન રેલીમાં ગત અઠવાડિયે કેરલિનામાં 70થી વધુ પ્રતિષ્ઠિત ડોક્ટરો અને સામુદાયિક નેતાઓએ ભાગ લીધો હતો. રેલીના એક આયોજક વીનિત ગોયલે કહ્યું કે આ રેલીનું આયોજન સીએએ અને એનઆરસીને લઈને ઈસ્લામિક તથા ડાબેરી સંગઠનો દ્વારા ફેલાવવામાં આવેલા ભયને દૂર કરવા માટે થયું. અન્ય એક આયોજક અર્ચના સુનિલે કહ્યું કે નાગરિકતા કાયદા તથા એનઆરસીને લઈને ખોટી સૂચનાઓ ફેલાવવામાં આવી રહી છે. જેના કારણે તેનો વિરોધ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે