આખરે ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડેનની જીત સ્વીકારી, પરંતુ પોતાની હારનો કર્યો ઇનકાર

સત્તા હસ્તાંતરણમાં સતત વિઘ્ન નાખી રહેલા ટ્રમ્પે ટ્વિટર પર પોતાના વિરોધી જો બાઇડેન માટે ટ્વીટ કરીને સનસની ફેલાવી દીધી હતી.

Updated By: Nov 15, 2020, 10:30 PM IST
આખરે ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડેનની જીત સ્વીકારી, પરંતુ પોતાની હારનો કર્યો ઇનકાર

નવી દિલ્હીઃ અમેરિકી ચૂંટણીમાં કારમા પરાજય બાદ પણ સત્તા ન છોડવાની જીદ પકડી બેઠેલા વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાજધાની વોશિંગટનમાં શક્તિ પ્રદર્શન કર્યા બાદ લાગે છે કે આશરે જીદ કરીર હેલા ટ્રમ્પે પ્રથમવાર જાહેરમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. આ પહેલા ટ્રમ્પ સમર્થક 'મિલિયન MAGA માર્ચ'મા ભાગ લેવા પહોંચ્યા હતા. તો સત્તા હસ્તાંતરણમાં સતત વિઘ્ન નાખી રહેલા ટ્રમ્પે ટ્વિટર પર પોતાના વિરોધી જો બાઇડેન માટે ટ્વીટ કરીને સનસની ફેલાવી દીધી હતી.

તમે પણ જુઓ તેમના ટ્વીટની આ ઝલક આખરે શું કહ્યુ વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે.

હાલ થોડા સમય પહેલા અન્ય એક ટ્વીટમાં ટ્રમ્પે શું કહ્યુ તે પણ જુઓ. પોતાના આ ટ્વીટમાં વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યુ, 'તે માત્ર ફેક ન્યૂઝ મીડિયાની નજરોમાં જીતી ચુક્યા છે. હું તેનાથી વધારે શું કહુ! આપણે લાંબો રસ્તો કાપવાનો છે. કારણ કે આ ચૂંટણી ગડબડ ભરેલી હતી.'

હાલમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયાએ ભારતીય સમુદાયને દિવાળીની શુભકામનાઓ આપી હતી. તો પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડેન અને વાઇસ પ્રેસિડેન્ટ ઇલેક્ટ કમલા હેરિસે ભારતવાસીઓને રોશનીના તહેવાર પર શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube