કાશ્મીર મુદ્દે વિશ્વનો ધુત્કાર સહ્યા બાદ ઇમરાન ખાનનું "હિન્દુ શરણમ્ ગચ્છામી...."

અમેરિકા, રશિયા, ચીન જેવા દેશોએ જમ્મુ કાશ્મીર અંગે પાકિસ્તાન કોઇ પણ નિવેદનને સાંભળવાનો ઇન્કાર કરી દીધો છે

કાશ્મીર મુદ્દે વિશ્વનો ધુત્કાર સહ્યા બાદ ઇમરાન ખાનનું "હિન્દુ શરણમ્ ગચ્છામી...."

ઉમરકોટ : જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ને મળેલા વિશેષ દરજ્જાને ખતમ કરવાના ભારત સરકારનાં નિર્ણયથી પરેશાન પાકિસ્તાન (Pakistan) શાસક પોતાની વાત ઉઠાવવા માટે દરેક પ્રકારનાં પેંતરાઓનો ઉપયોગ કરી રહ્યા છે. જેના અનુસંધાને વડાપ્રધાન ઇમરાન ખાને (Imran khan) નિશ્ચય કર્યો છે કે તેઓ પાકિસ્તાન (Pakistan) ના હિંદુ સમુદાય તથા અન્ય લઘુમતી સમુદાયોની જનસભાને સંબોધિત કરશે અને તેમને કાશ્મીર અંગે પોતાનાં વલણથી અવગત કરાવીશું. આ લઘુમતી સમુદાયનો સાથેના લગાવ તરીકે પ્રદર્શીત કરવામાં આવી રહ્યું છે.

ગાઝીયાબાદ: સીવરની સફાઇ માટે ઉતરેલા 5 કર્મચારીઓનાં શ્વાસ રુંધાતા મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા, રશિયા, ચીન જેવા દેશોએ જમ્મુ કાશ્મીર પર પાકિસ્તાન (Pakistan) નાં કોઇ પણ નિવેદનને સાંભળવાનો ઇન્કાર કરી દીધો છે. તમામ દેશોએ સંદેશ આપ્યો છે કે જમ્મુ કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે, તે અંગે પાકિસ્તાન (Pakistan) અકારણ હોબાળો મચાવી રહ્યા છે. 

આગામી 72 કલાકમાં વણસી શકે છે ઓરિસ્સાની સ્થિતી, તોફાની વરસાદની આગાહી
રોજનામા પાકિસ્તાન ના રિપોર્ટ અનુસાર ઇમરાન ખાન (Imran Khan) સિંઘમાં હિંદુઓની સારી વસ્તી વાળા વિસ્તાર ઉમરકોટ 31 ઓગષ્ટે મુલાકાત લેશે. અહીં તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે. રિપોર્ટ અનુસાર વડાપ્રધાન ઇમરાન ખાન સિંઘમાં વસનારા હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાય પ્રત્યે એકતા દર્શાવવા માટે 31 ઓગષ્ટે ઉમરકોટની મુલાકાત લેશે અને ત્યાંના પ્રસિદ્ધ શિવ મંદિર નજીક મેદાનમાં એક જનસભાને સંબોધિત કરશે. આ સભામાં હિંદુ સમુદાયનાં સભ્યો તથા અન્ય લઘુમતી સમુદાયનાં સભ્યો મોટા પ્રમાણમાં ભાગ લેશે. આ જનસભાને એક વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશી તથા અન્ય સંઘીય મંત્રી પણ સંબોધિત કરશે.
મુંબઈ: MNS નેતા રાજ ઠાકરેની ઈડી કરી રહી છે પૂછપરછ, કલમ 144 લાગુ, અનેક કાર્યકરોની અટકાયત 
રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન (Pakistan) માં સત્તાપક્ષ તહરીકે ઇંસાફ પાર્ટીનાં સાંસદ લાલચંદ માલ્હીએ લોકોનાં નામે એક વીડિયો સંદેશ બહાર પાડીને જણાવ્યું છે કે, વડાપ્રધાન ઇમરાન ખાન હિંદુઓ તથા અન્ય લઘુમતી સાથે એકતા પ્રદર્શીત કરવા માટે ઉમરકોટ આવી રહ્યા છે જ્યાં તેઓ સભાને સંબોધિત કરશે. તેમણે લોકોને સભામાં મોટા પ્રમાણમાં જોડાવાની અપીલ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news