Joe Biden એ પોતાની નવી ટીમની કરી જાહેરાત, જાણો કોને શું મળ્યું?

એન્ટની બ્લિન્કેનને સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ વિદેશ મંત્રી જ્હોન કેરીને જળવાયુ માટે રાષ્ટ્રપતિના વિશેષ દૂતની જવાબદારી સોંપવામાં આવી છે. કેરી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં આ પદ પર બેસનારા પહેલા અધિકારી હશે. 

Joe Biden એ પોતાની નવી ટીમની કરી જાહેરાત, જાણો કોને શું મળ્યું?

વોશિંગ્ટન: અમેરિકામાં હાલમાં જ થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી ચૂકેલા જો બાઈડેને (Joe Biden) પોતાની નવી ટીમની જાહેરાત પણ કરી દીધી છે. સોમવારે તેમણે નવી સરકારમાં તેમને સાથ આપવા જઈ રહેલા લોકોના નામની જાહેરાત કરી. જેમાં લાંબા સમય સુધી વિદેશ નીતિ સલાહકાર રહેલા એન્થની બ્લિન્કેન(Anthony Blinken) અને જ્હોન કેરી(John Kerry) પણ સામેલ છે. બાઈડેનને આ નવી ટીમમાં સામેલ મોટા ભાગના નામ બરાક ઓબામાની ટીમનો પણ ભાગ રહી ચૂકેલા છે. 

બ્લિન્કેન સેક્રેટરી ઓફ સ્ટેટ
એન્ટની બ્લિન્કેનને સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ વિદેશ મંત્રી જ્હોન કેરીને જળવાયુ માટે રાષ્ટ્રપતિના વિશેષ દૂતની જવાબદારી સોંપવામાં આવી છે. કેરી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં આ પદ પર બેસનારા પહેલા અધિકારી હશે. 

— Biden-Harris Presidential Transition (@Transition46) November 23, 2020

યુએનમાં કરશે પ્રતિનિધિત્વ
વકીલ એલેજાન્દ્રો મયોરકાસ (Alejandro Mayorkas)ને સેક્રેટરી ઓફ હોમલેન્ડ સિક્યુરિટીનો પદભાર સોંપવામાં આવ્યો છે. તેઓ ઓબામા-બાઈડેન કાર્યકાળમાં હોમલેન્ડ સિક્યુરિટીના ડેપ્યુટી સેક્રેટરીનો પદભાર સંભાળી ચૂક્યા છે. આ બાજુ CIAના પૂર્વ ડેપ્યુટી ડાઈરેક્ટર એવરિલ હેન્સ(Avril Haines)ને નેશનલ ઈન્ટેલિજન્સના ડાઈરેક્ટરનું પદ સોંપવામાં આવ્યું છે. એવરિલ લાંબા સમય સુધી બાઈડેન માટે વિભિન્ન પદો પર કામ કરી ચૂકી છે. બાઈડેને જેક સુલ્લિવનને રાષ્ટ્રીય સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે થોમસ-ગ્રીનફિલ્ડ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરશે. 

બધા અનુભવી 
બાઈડેને પોતાની ટીમની જાહેરાત કરતા કહ્યું કે જ્યારે વાત રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિની આવે ત્યારે અમારી પાસે બરબાર કરવા માટે સમય નથી. મારી ટીમમાં સામેલ પ્રત્યેક વ્યક્તિ અનુભવી છે અને જાણે છે કે સંકટની સ્થિતિમાં કેવી રીતે કામ થઈ શકે છે. અમે અમેરિકાના બધા લોકોની સેવા કરીશું અને સારી, ન્યાયપૂર્ણ અને સંયુક્ત દેશ તૈયાર કરવાની દિશામાં કામ કરીશું. અત્રે જણાવવાનું કે ભલે બાઈડેને પોતાની ટીમની જાહેરાત કરી દીધી, પરંતુ સેનેટની સ્વિકૃતિ આ  બાબતે જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news