મહિલાઓનાં 8 જોડી અંતઃવસ્ત્રોની ચોરી કરવા એક પુરુષે કરી 100 કિમીની લાંબી મુસાફરી

ન્યૂઝીલેન્ડમાં 65 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ એક ફ્લેટમાં ઘુસ્યો હતો અને તેમાં રહેતી યુવતીઓના 8 જોડી અંતઃવસ્ત્રો ચોરી કરીને ભાગી છૂટ્યો હતો 
 

મહિલાઓનાં 8 જોડી અંતઃવસ્ત્રોની ચોરી કરવા એક પુરુષે કરી 100 કિમીની લાંબી મુસાફરી

ડનડીન(ન્યૂઝીલેન્ડ): ન્યૂઝીલેન્ડની કોર્ટમાં આવેલો વિચિત્ર કેસ સાંભળીને જજ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. પોલીસે ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી મહિલાઓનાં 8 જોડી અંતઃવસ્ત્રોની ચોરી કરવા માટે 100 કિમી દૂરથી કાર ચલાવીને આવ્યો હતો અને તેણે ઘરમાં ઘુસીને ચોરી કરી હતી. 

ન્યૂઝિલેન્ડના અખબાર એનઝેડ હેરાલ્ડમાં પ્રકાશિત સમાચાર અનુસાર, ન્યૂઝીલેન્ડના નોર્થ ઓટાગો વિસ્તારમાં રહેતો સ્ટીફન ગ્રેહામ ગાર્ડનર (65 વર્ષ) 100 કિમી દૂર આવેલા ડનડીનમાં સ્પા સેવાઓ લોવા માટે મોના પૂલમાં ગયો હતો. અહીં સ્વિમિંગપુલમાં તેના મગજમાં મહિલાઓનાં અંતઃવસ્ત્રો ચોરવાનો વિચાર આવ્યો હતો. 

આથી તેણે પોતાની કાર લોગાન સ્ટ્રીટમાં પાર્ક કરી હતી અને પછી ત્યાંથી હાથમાં ટોર્ચ, ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝ અને કોસ લઈને તે કારગીલ સ્ટ્રીટમાં પહોંચ્યો હતો. અહીં તે એક ફ્લેટમાં ખુલ્લી બારીમાંથી ઘુસ્યો હતો અને ઘરમાં ઘુસીને તેણે બધી વસ્તુઓ વેરવિખેર કરી નાખી હતી. પછી તેણે મહિલાઓનાં 8 જોડી અંતઃવસ્ત્રોની ચોરી કરી હતી. 

મહિલાઓનાં અંતઃવસ્ત્રો તેના હાથમાં આવ્યા ત્યાં જ તેણે મકાનમાલિકના પાછા આવવાનો અવાજ સાંભળ્યો હતો. આ મકાનમાં રહેતી યુવતીઓ જેવી દરવાજો ખોલીને અંદર પ્રવેશી આ વૃદ્ધ વ્યક્તિએ તેમના પર હુમલો કરી દીધો હતો. એક યુવતીને ધક્કો મારીને પાડી દીધા પછી તે તેના હાથમાં રહેલા મહિલાઓનાં અંતઃવસ્ત્રો અને ચોરી કરવાના હથિયાર ત્યાં જ ફેંકીને ભાગી છૂટ્યો હતો. 

જોકે, ઘરે ભાગી જવાના બદલે તે નજીકના બારમાં પહોંચ્યો હતો. બારમાં ડ્રિન્ક લીધા પછી આ વ્યક્તિ પોતાની વસ્તુઓ પાછી લેવા માટે ફરી એ ફ્લેટમાં પાછો આવ્યો હતો. પોલીસના કુતરાઓએ ઘટનાસ્થળે મળેલા પુરાવાના આધારે સુંઘીને આરોપીને શોધી કાઢ્યો હતો. મનોચિકિત્સકે કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું કે, 'આરોપીના આવા વિચિત્ર વ્યવહાર પાછળ ભૂતકાળની ઘટનાઓ જવાબદાર છે. નાની વયમાં આરોપી શારીરિક સંબંધ બાંધવામાં નિષ્ફળ રહેતાં તેના મગજ પર અવળી અસર થઈ હતી.'

આ પ્રથમ ઘટના નથી. આરોપી ગાર્ડનર અગાઉ પણ મહિલાઓનાં અંતઃવસ્ત્રોની ચોરીના કેસમાં પકડાઈ ચૂક્યો છે. વર્ષ 2013માં પણ તેને મહિલાઓનાં અંતઃવસ્ત્રોની ચોરીના કેસમાં 11 મહિનાની જેલની સજા થઈ હતી અને પીડિતોને 1000 ડોલર ચૂકવવા કોર્ટે આદેશ આપ્યો હતો. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news