UNમાં કાશ્મીર મુદ્દે ઉપરાછાપરી ફટકા પડ્યા બાદ પાકિસ્તાનની સાન ઠેકાણે આવી, આપ્યું આ નિવેદન

ચીન (China) ને હાથો બનાવીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને કાશ્મીર મુદ્દામાં હસ્તક્ષેપ કરાવવાની તમામ કોશિશો નિષ્ફળ ગયા બાદ લાગે છે કે પાકિસ્તાન (Pakistan) ની સાન ઠેકાણે આવી છે.

UNમાં કાશ્મીર મુદ્દે ઉપરાછાપરી ફટકા પડ્યા બાદ પાકિસ્તાનની સાન ઠેકાણે આવી, આપ્યું આ નિવેદન

સંયુક્ત રાષ્ટ્ર: ચીન (China) ને હાથો બનાવીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને કાશ્મીર મુદ્દામાં હસ્તક્ષેપ કરાવવાની તમામ કોશિશો નિષ્ફળ ગયા બાદ લાગે છે કે પાકિસ્તાન (Pakistan) ની સાન ઠેકાણે આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી (Shah Mehmood Qureshi)એ સ્વીકાર્યું છે કે દુનિયાની નજરે કાશ્મીર એ દ્વિપક્ષીય મુદ્દો છે. જે નવી દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચે જ ઉકેલાઈ શકે છે. 

તેમણે બુધવારે અહીં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે અનેક દેશોનું માનવું છે કે આ ચિંતાનો વિષય છે પરંતુ તેના પર ચર્ચા થવી જોઈએ અને દ્વિપક્ષીય રીતે જ તેનો ઉકેલ લાવવો જોઈએ. તેમણે જે દ્રષ્ટિકોણનો ઉલ્લેખ કર્યો તે ભારતની અધિકૃત સ્થિતિ છે જે અંગે 1972ના શિમલા કરાર હેઠળ કહેવાયું છે કે પાડોશીઓ વચ્ચેના વિવાદને દ્વિપક્ષીય રીતે જ ઉકેલ લાવવો જોઈએ. તેમાં કોઈ પણ બહારના દેશના હસ્તક્ષેપનો વિરોધ કરાયો છે. 

ચીને બુધવારે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની સામે કાશ્મીર મુદ્દાને ઉઠાવ્યો હતો. પરંતુ સભ્ય દેશોએ કહ્યું કે આ એક દ્વિપક્ષીય મુદ્દો છે આથી તેને અહીં લાવવો જોઈએ નહીં. રાજનયિક સૂત્રોએ કાર્યવાહીની જાણકારી આપી હતી. કોઈ પણ નિવેદન વગર આ બેઠક સમાપ્ત થઈ હતી. કુરેશીએ એ તથ્ય પર ભાર મૂક્યો હતો કે પાંચ મહિનામાં બીજીવાર પરિષદમાં કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા થઈ. 

આ VIDEO પણ ખાસ જુઓ...

પરિષદે ગત વર્ષ ઓગસ્ટમાં પણ કાશ્મીર મુદ્દે એક પરામર્શ આયોજિત કરી અને આ બેઠકમાં પણ પરિષદના સભ્યો દ્વિપક્ષીય મુદ્દામાં સામેલ થવા માંગતા નહતાં. આ દરમિયાન કુરેશીએ નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) વિરુદ્ધ ભારતમાં થઈ રહેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેને વૈશ્વિક પ્રસારણ મળી રહ્યું છે. કારણ કે અહીં આંતરરાષ્ટ્રીય મીડિયા પર કોઈ રોકટોક નથી. જેવી કાશ્મીરમાં છે. કુરેશીએ કહ્યું કે તેમણે મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ સાથે મુલાકાત કરીને તેમને આ ક્ષેત્રની સ્થિતિથી અવગત કરાવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news