નેપાળઃ પ્રચંડે PM આવાસ પર ઓલીની ગેરહાજરીમાં યોજી દીધી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક


નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પુષ્પ કમલ દહલ પ્રચંડે મંગળવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના આવાસ પર તેમની ગેરહાજરીમાં જ યોજી લીધી.
 

નેપાળઃ પ્રચંડે  PM આવાસ પર ઓલીની ગેરહાજરીમાં યોજી દીધી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક

કાઠમંડુઃ નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પુષ્પ કમલ દહલ પ્રચંડે મંગળવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના આવાસ પર તેમની ગેરહાજરીમાં જ યોજી લીધી. ત્યારબાદ દેશમાં રાજકીય સંકટ વધુ ઊંડુ થવાની આશંકા ઊભી થઈ ગઈ છે. 45 સભ્યોની બેઠક બંન્ને નેતાઓ વચ્ચે મતભેદ પૂરા કરવા માટે સવારે 11 કલાકે થવાની હતી. પરંતુ 9મી વખત તેને સ્થગિત કરી દેવામાં આવી. 

હજુ બંન્નેને સલાહ-સૂચનની જરૂર
આ બેઠકને સ્થગિત કરવાની જાહેરાત કરતા ગણેશ શાહે કહ્યુ કે, બંન્ને નેતાઓએ પોતાના મતભેદનો ઉકેલ લાવવા માટે અનૌપચારિક વાતચીતની જરૂર છે. પીએમ ણોલીના પ્રેસ એડવાઇઝર સૂર્યા થાપાએ પણ એક ફેસબુક પોસ્ટમા કહ્યુ કે, બંન્ને નેતાઓએ સલાહ લેવા માટે હજુ સમયની જરૂર છે. તેથી બેઠકને સ્થગિત કરી દેવામાં આવી છે. બેઠકની આગામી તારીખ ત્યારે નક્કી થશે જ્યારે બંન્ને નેતા ચર્ચા કરી લેશે. 

પ્રચંડને જાણ કર્યા વગર બેઠક સ્થગિત
પરંતુ પાર્ટીના એક સીનિયર નેતાએ કહ્યું કે, ઓલીએ બેઠક પ્રચંડનો મત જાણ્યા વગર જ સ્થગિત કરી દીધી. પ્રચંત જૂથ 11 કલાકે તેમના ઘરે પહોંચી ગયું હતું અને ઓલી બેઠક શરૂ કરે તેની રાહ જોઈ રહ્યાં હતા. ત્યારબાદ જ્યારે પ્રચંડે બેઠલ લીધો તો ઓલીના નજીકના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો તેમાં સામેલ ન થયા. બપોરે 3 કલાકે યોજાયેલી બેઠક એક કલાક ચાલી જેમાં 25 સભ્યો હાજર રહ્યાં હતા. 

લાહોરમાં બિલાડી પર ગેંગરેપ, છોકરાઓએ હેવાનિયતની તમામ હદ પાર કરી, કિસ્સો વાંચીને ઉકળી જશો

ઘણા મુદ્દે થવાની છે ચર્ચા
આ પહેલા પાછલા સપ્તાહે બુધવારે સ્ટેન્ડિંગ કમિટી થોડા સમય માટે પીએમ ઓલીના આવાસ પર મળી હતી. પરંતુ પીએમ તે બેઠકમાં સામેલ નહતા, તેથી નિર્ણય લેવામાં આવ્યો કે આજે (28 જુલાઈ)એ બેઠક કરવામાં આવશે અને સમિતિની ગતિવિધિઓ, સરકારનું પ્રદર્શન, પાર્ટીની કેડર અને નેતાઓ વચ્ચે કામની વહેંચણી અને પ્રસ્તાવિત જનરલ કન્વેન્શન જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. 

વાઇસ ચેરમેને આપ્યા ઘણા પ્રસ્તાવ
બીજીતરફ પાર્ટીના વાઇસ ચેરમેન બામ દેવ ગૌતમે ઓલી અને દબલ વચ્ચે વિવાદમાં  વચ્ચેનો માર્ગ સુચવ્યો છે. તેમણે પ્રસ્તાવ આપ્યો છે કે ઓલીને બાકી રહેલા અઢી વર્ષના કાર્યકાળ માટે પીએમ અને ડિસેમ્બરમાં પ્રસ્તાવિત કન્વેન્શન સુધી પાર્ટીના ચેરમેન રહેવા દેવામાં આવે. આ સાથે કન્વેન્શન સુધી પ્રચંડને પાર્ટીના ચેરમેનની જવાબદારી, બધી કાર્યકારી શક્તિઓની સાથે આપવામાં આવે. ગૌતમે તે પણ કહ્યુ કે, ઓલીને સ્વતંત્રતાથી સરકાર ચલાવવા દેવામાં આવે. આ સાથે તેમણે સૂચન કર્યુ કે, ઓલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિર્ણય લેતા પહેલા પાર્ટીનો મત જાણે. 

જુઓ LIVE TV

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news