દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 15 લાખને પાર, 9 લાખથી વધુ દર્દી થયા રિકવર


ભારતમાં કોરોનાના 5 લાખ 6 હજાર 153 એક્ટિવ કેસ છે, જ્યારે  9,61,215 દર્દીઓ સાજા થઈ ગયા છે. તો કોરોનાની ઝપેટમાં આવીને અત્યાર સુધી 33 હજાર 620 લોકોના મૃત્યુ થયા છે. 

દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 15 લાખને પાર, 9 લાખથી વધુ દર્દી થયા રિકવર

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ (Corona Virus in India)ના કેસ 15 લાખને પાર થઈ ગયા છે. હાલના આંકડા પ્રમાણે કોરોના વાયરસથી દેશમાં અત્યાર સુધી 15,00,988 લોકો સંક્રમિત થઈ ગયા છે. ભારતમાં કોરોનાના 5 લાખ 6 હજાર 153 એક્ટિવ કેસ છે. જ્યારે  9,61,215 દર્દી રિકવર થઈ ગયા છે. તો કોરોનાની ઝપેટમાં આવીને અત્યાર સુધી 33 હજાર 620 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે. 

દેશમાં મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં કોરોનાના સૌથી વધુ કેસ છે. તમિલનાડુમાં મંગળવારે કોરોનાના 6972 કેસ સામે આવ્યા, ત્યારબાદ દર્દીઓની સંખ્યા 2,27,688 થઈ ગઈ છે. તમિલનાડુમાં કોરોનઆથી આજે 88 લોકોના મૃત્યુ થયા છે. 

રાજધાની ચેન્નઈમાં કોરોનાના આજે 1107 નવા કેસ સામે આવ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 96438 થઈ ગઈ છે. તમિલનાડુમાં કોરોનાના 57 હજાર 73 એક્ટિવ કેસ છે. અહીં અત્યાર સુધી  1,66,956 લોકો સારવાર બાદ સાજા થઈ ગયા છે. રાજ્યમાં 59,584 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અહીં કોરોનાથી અત્યાર સુધી 3659 લોકોના મૃત્યુ થયા છે. તો કેરલમાં આજે કોરોનાના નવા 1167 કેસ આવ્યા તો 4 લોકોના મોત થયા છે. 

રામ મંદિર કાર્યક્રમઃ જોશી-અડવાણી સહિત 200 લોકોને મળી શકે છે આમંત્રણ, જાણો કોણ-કોણ થશે સામેલ  

દિલ્હીમાં 1056 નવા કેસ
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1056 કેસ સામે આવ્યા છે. અહીં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1,32,275 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં વધુ 28 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 3881 થઈ ગયો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1135 લોકો સાજા થયા છે. અત્યાર સુધી 1,17,507 લોકો સારવાર બાદ સાજા થઈ ગયા છે. દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 10887 છે.

બંગાળમાં વધારવામાં આવ્યું લૉકડાઉન
તો કોરોનાના વધતા કેસને જોતા પશ્ચિમ બંગાળમાં લૉકડાઉનને 31 ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેની જાહેરાત કરી છે. પરંતુ બકરીદને કારણે આ સપ્તાહે લૉકડાઉન રહેશે નહીં. મહત્વનું છે કે બંગાળમાં અત્યાર સુધી 60830 કેસ નોંધાયા છે. જેમાંથી 19,502 એક્ટિવ કેસ છે. કોરોનાથી રાજ્યમાં અત્યાર સુધી 1411 લોકોના મૃત્યુ થયા છે. રાહતની વાત છે કે  39,917 સાજા થઈ ગયા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news