ટ્રમ્પે કર્યો બફાટ, ભારત માટે આપ્યું એવું નિવેદન...હવે મત મેળવવામાં પડશે મુશ્કેલી!
અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના છેલ્લા તબક્કાની પ્રેસિડેન્શિયલ ડિબેટમાં રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનના એક સવાલના જવાબમાં એકવાર ફરીથી ભારતનો ઉલ્લેખ કર્યો.
Trending Photos
નૈશબિલ: ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પોતાના બફાટ માટે જાણીતા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે તેઓ ફરીથી રેસમાં છે. આ માટે અનેક દાવાઓ પણ કરે છે જે ક્યારેક તેમને મુશ્કેલીમાં મૂકી દે છે. અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના છેલ્લા તબક્કાની પ્રેસિડેન્શિયલ ડિબેટમાં રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનના એક સવાલના જવાબમાં એકવાર ફરીથી ભારતનો ઉલ્લેખ કર્યો. આ વખતે તેમણે જળવાયુ પરિવર્તન પર ચર્ચા દરમિયાન ભારતનો ઉલ્લેખ કર્યો. ટ્રમ્પના આ નિવેદનની ચર્ચા ભારતીય અમેરિકી મતદારો વચ્ચે થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
ચીન અને રશિયાની સરખામણી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જળવાયુ પરિવર્તન પર એક ચર્ચા દરમિયાન કહ્યું કે જળવાયુ પરિવર્તન સામે લડવા અને ખાસ કરીને કાર્બન ઉત્સર્જન મામલે હાલ અમેરિકાનો સૌથી સારો રેકોર્ડ છે. તેમણે કહ્યું કે ચીન, રશિયા અને ભારતને જુઓ...આ દેશ કેટલા 'ગંદા' છે. ટ્રમ્પે કહ્યું કે 'ત્યાં હવા ગંદી હતી'. જેને ટ્રમ્પની આ દેશોમાં કરાયેલી પૂર્વની યાત્રાઓ સાથે જોડીને જોઈ શકાય છે. ટ્રમ્પના આ નિવેદનની ચર્ચા અમેરિકી ભારતીય મતદારો વચ્ચે થાય તેવી શક્યતા છે કે આખરે તેમણે ભારત વિશે આવું નિવેદન કેમ આપ્યું? જ્યારે તેમણે તો ભારત યાત્રાના ખુબ વખાણ કર્યા હતાં.
ટ્રમ્પ પોતાના વલણ પર કાયમ
અત્રે જણાવવાનું કે ડોનાલ્ડ ટ્રમ્પ જળવાયુ પરિવર્તન પર પોતાના ભદ્દા વિચારો માટે જાણીતા છે. તેમની નિગરાણીમાં જ અમેરિકા પેરિસ સમજૂતિમાંથી ખસી ગયું. ટ્રમ્પનું એ માનવું છે કે દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં અમેરિકાએ જળવાયુ પરિવર્તન પર વધુ બોજો ઉઠાવવા માટે મજબૂર થવું જોઈએ નહીં. રાષ્ટ્રપતિ ચૂંટણીની ચર્ચા દરમિયાન પણ તેઓ પોતાના આ વલણને દોહરાવતા જોવા મળ્યા.
પેરિસ સમજૂતિમાંથી ખસી જવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા ટ્રમ્પે કહ્યું કે પેરિસ સમજૂતિમાં અમેરિકાના અબજો ડોલર ખર્ચ થવાના હતા, અમારી સાથે ખુબ ખરાબ વ્યવહાર થઈ રહ્યો હતો આથી અમે પાછળ હટ્યા. પૂર્વની સરકારો પર નિશાન સાધતા ટ્રમ્પે કહ્યું કે આ સમજૂતિ કરનારાઓની ભૂલ હતી. તેના દ્વારા ગત સરકારો આપણા વ્યવસાયોને ખતમ કરવા માંગતી હતી.
જો બાઈડેનનો પક્ષ
આ મુદ્દે જો બાઈડેને કહ્યું કે જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ માનવતાના અસ્તિત્વ માટે જોખમ છે. તેને પહોંચી વળવાની બધાની નૈતિક જવાબદારી છે. તેમણે કહ્યું કે તેઓ પોતાની જળવાયુ યોજના પર બોર્ડમાં પર્યાવરણ સંગઠનો અને શ્રમ બંનેને પ્રોત્સાહન આપવામાં સક્ષમ છે. બાઈડેને દાવો કર્યો કે તેમની યોજનાઓ ટ્રમ્પની સરખામણીએ વધુ નોકરી પેદા કરશે.
અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી ચૂંટણી દરમિયાન ભારતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. તેમણે કોરોના વાયરસ મુદ્દે ભારત સાથે અમેરિકાની સરખામણી કરતા કહ્યું હતું કે ભારતમાં દરરોજ હજારો લોકો કોરોનાથી જીવ ગુમાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે