SCO Summit : પીએમ મોદી અને ઈમરાન વચ્ચે કોઈ મુલાકાત નહીં, હાથ પણ ન મિલાવ્યા

સમાચાર એજન્સી ANIએ દ્વારા સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે, બંને નેતાઓ વચ્ચે આ સંમેલનમાં દુઆ-સલામ પણ થયા નથી 
 

SCO Summit : પીએમ મોદી અને ઈમરાન વચ્ચે કોઈ મુલાકાત નહીં, હાથ પણ ન મિલાવ્યા

બિશ્કેકઃ કિર્ગિસ્તાનની રાજધાનીમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠનની શિખર પરિષદમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે અત્યાર સુધી કોઈ મુલાકાત થઈ નથી. સમાચાર એજન્સી ANI દ્વારા સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે, બંને નેતાઓ વચ્ચે આ સંમેલનમાં દુઆ-સલામ પણ થયા નથી. 

— ANI (@ANI) June 13, 2019

ભારત-પાક.ના સંબંધ સૌથી ખરાબ સમયમાં 
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે ભારત સાથે તેમના દેશના સંબંધ કદાચ તેના સૌથી ખરાબ દોરમાંથી પસાર થઈ રહ્યાં છે. જો કે તેમણે આશા વ્યક્ત કરી કે તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી કાશ્મીર સહિત તમામ મતભેદોનો ઉકેલ  લાવવા માટે પોતાના 'પ્રચંડ જનાદેશ'નો ઉપયોગ કરશે. 

ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધ વિશે ઈમરાન ખાને આપ્યું મોટું નિવેદન

બિશ્કેક માટે રવાના થતા પહેલા રશિયન સમાચાર એજન્સી સ્પુતનિકને આપેલા ઈન્ટરવ્યુમાં ઈમરાન ખાને કહ્યું કે એસસીઓ સંમેલને તેમને બંને પાડોશી દેશો વચ્ચે સંબંધોને વધુ સારા બનાવવા માટે ભારતીય નેતૃત્વ સાથે વાત કરવાની તક આપી છે. તેમણે કહ્યું કે હાલ ભારત સાથે અમારા દ્વિપક્ષીય સંબંધ કદાચ પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. 

મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાત
વડાપ્રધાન મોદીએ બિશ્કેકમાં એસસીઓ શીખર સમ્મેલન ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત યોજી હતી. મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ શી જિનપિંગને જન્મ દિવસની આગોતરી શુભકામના પણ પાઠવી.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મળીને બંન્ને દેશ આગળ વધી શકે છે. વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગને ભારત આવવા માટેનું પણ આમંત્રણ આપ્યું. મસુદ અઝહર આ મુદ્દે આભાર વ્યક્ત કર્યો હતો. 

PM મોદીએ જિનપિંગને કહ્યું, આતંકવાદ પર પોતાનાં વચનો નથી નિભાવી રહ્યું પાકિસ્તાન

આ મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન પર આતંકવાદ મુદ્દે નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આતંકવાદ પર પોતાનાં વચનોને પાકિસ્તાન પુર્ણ નથી કરી શકતું. તેમણે કહ્યું કે વાતચીત માટે પાકિસ્તાનનું વાતાવરણ બનાવવું પડશે.

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news