વારંવાર યુદ્ધની ધમકીઓ આપતા પાકિસ્તાનના આ મંત્રીને લાગ્યો જબરદસ્ત 'મોદી કરંટ', જુઓ VIDEO
પાકિસ્તાનના છાશવારે બફાટ કરતા રેલવે મંત્રી શેખ રશીદ સાથે શુક્રવારે કઈંક એવું બન્યું કે સોશિયલ મીડિયામાં તેમનો વીડિયો વાઈરલ થઈ ગયો. શુક્રવારે એક ભાષણ દરમિયાન તેમને જોરદાર વીજળીનો કરંટ લાગ્યો પરંતુ નવાઈની વાત એ છે કે કરંટ લાગતા પહેલા તેઓ જમ્મુ અને કાશ્મીરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી રહ્યાં હતાં.
Trending Photos
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના છાશવારે બફાટ કરતા રેલવે મંત્રી શેખ રશીદ સાથે શુક્રવારે કઈંક એવું બન્યું કે સોશિયલ મીડિયામાં તેમનો વીડિયો વાઈરલ થઈ ગયો. શુક્રવારે એક ભાષણ દરમિયાન તેમને જોરદાર વીજળીનો કરંટ લાગ્યો પરંતુ નવાઈની વાત એ છે કે કરંટ લાગતા પહેલા તેઓ જમ્મુ અને કાશ્મીરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી રહ્યાં હતાં. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના સમયની જાહેરાત કરનારા પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ વીજળીના જોરદાર કરંટનો ભોગ બન્યાં. કરંટ લાગતા જ મંત્રીજી એટલા ડરી ગયા કે ભાષણ અધવચ્ચે પડતુ મૂક્યું. ત્યારબાદ તેમણે સ્થિતિ સંભાળતા કહ્યું કે નરેન્દ્ર મોદી તેમના જલસાને નિષ્ફળ બનાવી શકશે નહીં. કહેવાય છે કે શેખ રશીદે જે માઈક પકડ્યું હતું તેનો તાર ક્યાંકથી કપાયેલો હતો અને આથી તેમને કરંટ લાગ્યો.
જુઓ VIDEO
અત્રે જણાવવાનું કે વારંવાર પરમાણુ યુદ્ધની ધમકી આપતા પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદે હાલમાં જ યુદ્ધના સમયની પણ જાહેરાત કરી દીધી હતી. ખાસ વાત તો એ છે કે આ એ જ રશીદ છે કે જે પાકિસ્તાન તરફથી કરાયેલા પરમાણુ પરીક્ષણ પહેલા પાકિસ્તાન છોડીને ભાગી ગયા હતાં. તેમને ડર હતો કે ક્યાંક પરીક્ષણ વખતે કોઈ ગડબડી ન થઈ જાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે