આનંદો... ટૂંક સમયમાં જ ભારતીય વિદ્યાર્થીઓ યુકેમાં ગ્રેજ્યુએટ થયા પછી બે વર્ષ સુધી કરી શકશે કામ

બ્રિટિશ સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અભ્યાસ પુરો થયા પછી બે વર્ષના વર્ક વિઝા આપવાની જાહેરાત કરી છે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ નવો 'ગ્રેજ્યુએટ રૂટ' આગામી અભ્યાસક્રમ વર્ષ 2020-21થી બ્રિટિશ યુનિવર્સિટીઓમાં સ્નાતકનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે

આનંદો... ટૂંક સમયમાં જ ભારતીય વિદ્યાર્થીઓ યુકેમાં ગ્રેજ્યુએટ થયા પછી બે વર્ષ સુધી કરી શકશે કામ

નવી દિલ્હીઃ યુનાઈટેડ કિંગડમમાં અભ્યાસ કરવા જનારા વિદ્યાર્થીઓ માટે ખુબ જ સારા અને આનંદના સમાચાર છે. બ્રિટિશ સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અભ્યાસ પુરો થયા પછી બે વર્ષના વર્ક વિઝા આપવાની જાહેરાત કરી છે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ નવો 'ગ્રેજ્યુએટ રૂટ' આગામી અભ્યાસક્રમ વર્ષ 2020-21થી બ્રિટિશ યુનિવર્સિટીઓમાં સ્નાતકનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે.

ભારત ખાતેના બ્રિટિશ હાઈ કમિશનર સર ડોમિનિક એક્વિથે જણાવ્યું કે, "ભારતીય વિદ્યાર્થીઓ માટે આ અત્યંત આનંદના સમાચાર છે. તેઓ હવે ડિગ્રી મેળવ્યા પછી યુકેમાં વધુ સમય પસાર કરી શકશે. જેથી તેઓ વધુ કૌશલ્ય પ્રાપ્ત કરી શકશે અને અનુભવ પણ મેળવી શકશે."

યુકેના ગૃહ મંત્રી પ્રિતી પટેલે જણાવ્યું કે, "નવા 'ગ્રેજ્યુએટ રૂટ'નો અર્થ એવો થાય છે કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પછી તે વિજ્ઞાનમાં ભણતા હોય, ગણિતનો અભ્યાસ કરતા હોય કે પછી એન્જિનિયરિંગમાં સ્નાતક થયા હોય, યુકેમાં અભ્યાસ પુરો કર્યા પછી તેમની સફળ કારકિર્દી બનાવવા માટે અત્યંત કિંમતી એવો કામનો અનુભવ તેઓ મેળવી શકશે."

આ ઉપરાંત, યુનાઈટેડ કિંગડમે વૈજ્ઞાનિકો માટે ફાસ્ટ ટ્રેક વિઝા રૂટ શરૂ કર્યો છે અને સાથે જ પીએચડી કરવા માગતા વિદ્યાર્થીઓ માટે સ્કીલ્ડ વર્ક વિઝા રૂટ દૂર કરી દીધો છે. આ સાથે તેઓ વિશ્વમાંથી હોંશિયાર અને સ્કીલ્ડ વિદ્યાર્થીઓને પોતાના દેશમાં આકર્ષવા માગે છે. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news