અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કરવાની માગણીનો ટ્વીટરે આપ્યો જવાબ

ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની કમલા હેરિસની શંકાસ્પદ વાતચીતને જાહેર કરવાની સાથે જ મુખબિરો, સાંસદો અને રાજકીય વિરોધીઓ પર પ્રહાર કરવા માટે આ જ સોશિયલ મીડિયા સાઈટ એટલે કે ટ્વીટરનો ઉપયોગ કર્યો હતો. 
 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કરવાની માગણીનો ટ્વીટરે આપ્યો જવાબ

વોશિંગ્ટનઃ ટ્વીટરે કેલિફોર્નિયાની સિનેટર અને ડેમોક્રેટિક પાર્ટીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસને પત્ર લખીને જણાવ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ડ બંધ કરાશે નહીં. કમલા હેરિસને મોકલવામાં આવેલા એક પત્રમાં ટ્વિટરે તેમના અનુરોધનો સ્વીકાર કરવા ઈનકાર કરી દીધો છે. 

હેરિસે શા માટે કરી હતી માગ?
ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની તેમની શંકાસ્પદ વાતચીતને જાહેર કરવાની સાથે જ મુખબિરો, સાંસદો અને રાજકીય વિરોધીઓ પર પ્રહાર કરવા માટે આ જ સોશિયલ મીડિયા સાઈટ એટલે કે ટ્વીટરનો ઉપયોગ કર્યો હતો. 

કમલા હેરિસના ચૂંટણી અભિયાને બુધવારે સીએનએનને જણાવ્યું કે, "ટ્વિટર તેમના મંચ પર ટ્રમ્પ દ્વારા લોકોને ધમકાવવા અને હિંસક વ્યવહાર કરવા માટે પ્રેરિત કરવા તેમને જવાબદાર માની રહ્યું નથી." ટ્વીટરે હેરિસને પત્રમાં લખ્યું કે, "અમા અહીં નિર્ણય લેવામાં સક્ષમ નથી, કેમ કે આ કામ એટલું સરળ નથી. અમે તેમની ટ્વીટ્સની સમીક્ષા કરી, જેનો ઉલ્લેખ તમે તમારા પત્રમાં કર્યો હતો. તે અપમાન જનક વ્યવહાર, લક્ષિત ઉત્પીડન કે હિંસા સંબંધિત અમારી નીતિઓના વિરુદ્ધ નથી."

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ હંમેશાં પોતાના રાજકીય વિરોધીઓ પર પ્રહાર કરવા માટે ટ્વીટરનો ઉપયોગ કરે છે. આથી વિવાદિત ટ્વીસ્ટ પોસ્ટ કરવા માટે ટ્વીટર પર ટ્રમ્પ સામે પગલાં ભરવાનું દબાણ છે, પરંતુ આ સોશિયલ નેટવર્કિંગ સાઈટે અત્યારે આવું કોઈ પગલું લીધું નથી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news