આ રાજ્યની એક શાળામાં ફૂટ્યો 'કોરોનો બોમ્બ', અધધધ...સંખ્યામાં વિદ્યાર્થીઓ નીકળ્યા કોરોના પોઝિટિવ

મંડી જિલ્લાની એક તિબ્બતી સ્કૂલ બોર્ડિંગના 101 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતા હડકંપ મચી ગયો છે. સાથે શનિવારે રાજ્યમાં કુલ 330 નવા કોરોના કેસ નોંધાયા છે. હવે રાજ્યમાં કોરોનાની સંખ્યા વધીને 24,569 થઈ ગઈ છે.

આ રાજ્યની એક શાળામાં ફૂટ્યો 'કોરોનો બોમ્બ', અધધધ...સંખ્યામાં વિદ્યાર્થીઓ નીકળ્યા કોરોના પોઝિટિવ

શિમલા: હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) માં મંડી જિલ્લાની એક તિબ્બતી સ્કૂલ બોર્ડિંગના 101 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતા હડકંપ મચી ગયો છે. સાથે શનિવારે રાજ્યમાં કુલ 330 નવા કોરોના કેસ નોંધાયા છે. હવે રાજ્યમાં કોરોનાની સંખ્યા વધીને 24,569 થઈ ગઈ છે. અધિકારીઓએ આ જાણકારી આપી. 

મૃતકોની સંખ્યા 362 થઈ
રાજ્યમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 362 થઈ ગઈ છે. મંડી જિલ્લામાં આ દરમિયાન 155 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં 104 શાળાના વિદ્યાર્થીઓ સામેલ છે. જેમાં ચોંતરામાં તિબ્બતી ચિલ્ડ્રીન વિલેજ સ્કૂલ (Tibetan Children's Village School) ના 101 અને અન્ય એક સરકારી શાળાના 3 વિદ્યાર્થીઓ સામેલ છે. (ઈનપુટ IANS)

શાળાઓ શરૂ થતા જ આટલા બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો નીકળ્યા કોરોના પોઝિટિવ
આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) માં શાળાઓમાં ધોરણ 9,10 અને 12ના ક્લાસ ચાલુ કરાયા બાદથી અત્યાર સુધીમાં 575 વિદ્યાર્થીઓ અને 829 ટીચર્સ કોરોના વાયરસ (Corona Virus) સંક્રમિત મળી આવ્યા છે. આંધ્ર પ્રદેશના શિક્ષણ વિભાગના આંકડા મુજબ રાજ્યમાં ધોરણ 9 અને 10ના 9.75 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ છે. જેમાંથી 3.93 લાખે ક્લાસ અટેન્ડ કર્યા. 1.11 લાખ શિક્ષકોમાંથી 99,000થી વધુ શિક્ષકો સંસ્થાઓમાં પહોંચ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news