દિલ્હીમાં ભયાનક હિંસાથી સ્તબ્ધ થયા UN મહાસચિવ, આપ્યું મોટું નિવેદન 

દિલ્હી હિંસાના અહેવાલોથી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ ખુબ દુ:ખી છે. ગુટેરસે લોકોને સંયમ જાળવવાની અને હિંસાથી બચવાની અપીલ કરી છે. 

દિલ્હીમાં ભયાનક હિંસાથી સ્તબ્ધ થયા UN મહાસચિવ, આપ્યું મોટું નિવેદન 

નવી દિલ્હી: દિલ્હી હિંસાના અહેવાલોથી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ ખુબ દુ:ખી છે. ગુટેરસે લોકોને સંયમ જાળવવાની અને હિંસાથી બચવાની અપીલ કરી છે. 

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો બાદ જાનહાનિના અહેવાલોના રિપોર્ટથી મહાસચિવ ખુબ દુ:ખી છે. તેમણે વધુમા વધુ સંયમ જાળવવાની અને હિંસાથી બચવા માટે લોકોને કહ્યું છે. 

આ બધા વચ્ચે દિલ્હી હિંસામાં જીવ ગુમાવનારાઓનો આંકડો વધી ગયો છે. ગુરુ તેગ બહાદુર હોસ્પિટલમાં વધુ એક મોત થયું અને દિલ્હીની હિંસામાં જીવ ગુમાવનારાઓનો આંકડો 28 થયો છે. જેમાં લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાં થયેલા 2 મોત પણ સામેલ છે. 

આ અગાઉ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર દિલ્હી હિંસા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કરીને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી. તેમણે કહ્યું કે "દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં જે હાલાત છે તેના પર વિસ્તૃત સમીક્ષા કરી છે. પોલીસ અને અન્ય એજન્સીઓ શાંતિ બહાલી સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે."  

— ANI_HindiNews (@AHindinews) February 27, 2020

સામાન્ય સ્થિતિને બહાલ કરવા માટે શાંત રહેવાની અપીલ કરતા મોદીએ એક અન્ય ટ્વીટમાં કહ્યું કે "હું તમામ બહેનો અને ભાઈઓને અપીલ કરુ છું કે તેઓ શાંતિ અને ભાઈચારો જાળવી રાખે. જલદી શાંતિ બહાલી માટે આ જરૂરી છે." 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news