બાંગ્લાદેશમાં સરસ્વતી પૂજાને લઈને જોરદાર બબાલ, સેંકડો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા

બાંગ્લાદેશ (Bangladesh) માં વસંત પંચમીના દિવસે મનાવવામાં આવતી સરસ્વતી પૂજા (Saraswati Puja) ને લઈને બબાલ મચી છે.

Updated By: Jan 15, 2020, 04:25 PM IST
બાંગ્લાદેશમાં સરસ્વતી પૂજાને લઈને જોરદાર બબાલ, સેંકડો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા
તસવીર-સાભાર ઢાકા ટ્રિબ્યુન

ઢાકા: બાંગ્લાદેશ (Bangladesh) માં વસંત પંચમીના દિવસે મનાવવામાં આવતી સરસ્વતી પૂજા (Saraswati Puja) ને લઈને બબાલ મચી છે. હકીકતમાં ઢાકામાં 30 જાન્યુઆરીના રોજ (સરસ્વતી પૂજા વિસર્જન) બે સ્થાનિક ચૂંટણીઓને જોતા ત્યાંના હિન્દુ સંગઠનોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હિન્દુ સંગઠનોની માગણી હતી કે સ્થાનિક ચૂંટણીઓને રિશેડ્યુલ કરવામાં આવે. પરંતુ કોર્ટે તેનો ઈનકાર કરતા અરજીને ફગાવી દીધી હતી. 

હાઈકોર્ટમાં જસ્ટિસ જેબીએમ હસન અને જસ્ટિસ એમ ડી ખેરૂલ આલમની પેનલે 14 જાન્યુઆરીના રોજ અરજીકર્તા, રાજ્ય અને ચૂંટણી પંચના વકીલની સુનાવણી બાદ આ આદેશ આપ્યો. આ આદેશ બહાર પડતા જ સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ગુસ્સામાં રાતાપીળા થઈ ગયા અને તેમણે શાહબાગ વિસ્તારમાં ભેગા થઈને મોટા પાયે પ્રદર્શન શરૂ કરી દીધું. આ પ્રદર્શનને પગલે સેંકડો લોકો લાંબા ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યાં. 

આ એક તસવીરે પાકિસ્તાનમાં મચાવ્યો હોબાળો, ઈમરાન ખાન સહિતના નેતાઓ ઊંચાનીચા થઈ ગયા

ઢાકા યુનિવર્સિટીના સેંકડો વિદ્યાર્થીઓએ મંગળવારે સાંજે 5 વાગ્યાથી દોઢ કલાક સુધી વ્યસ્ત ચાર રસ્તા જામ કરી દીધા. તેમણે ચૂંટણીની તારીખ  બદલવા માટે ચૂંટણી પંચને એક દિવસનો સમય આપ્યો. પ્રદર્શનકારીઓના પ્રવક્તા અને યુનિવર્સિટીના જગન્નાથ હોલ વિદ્યાર્થી સંઘના ઉપાધ્યક્ષ ઉત્પલ વિશ્વાસે સંવાદદાતાઓને કહ્યું કે જો ચૂંટણી પંચ બુધવાર બપોર 12 વાગ્યા સુધીમાં અમારી માંગણી પૂરી ન કરે તો અમે પંચની ઘેરાબંધી કરીશું. 

અરજીકર્તા અને સુપ્રીમ કોર્ટના વકીલ અશોક કુમાર ઘોષે કહ્યું કે અમે હાઈકોર્ટના આ ચુકાદાથી દુ:ખી છીએ. અમે તેને Appel Divisionમાં પડકારીશું. અત્રે જણાવવાનું કે બાંગ્લાદેશના ચૂંટણી પંચે ગત વર્ષ 22 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે ઢાકા સાઉથ સિટી કોર્પોરેશન અને ઢાકા નોર્થ સિટી કોર્પોરેશન માટે 30 જાન્યુઆરી 2020ના રોજ મતદાન થશે. હિન્દુ સમુદાયે ચુકાદાના વિરોધમાં તરત અવાજ ઉઠાવ્યો કારણ કે આ દિવસે હિન્દુઓનો પર્વ છે. 29 જાન્યુઆરીના રોજ સરસ્વતી પૂજા અને 30 જાન્યુઆરીના રોજ માતાનું વિસર્જન છે. 

જુઓ LIVE TV

આ મામલાએ તૂલ ત્યારે પકડ્યું જ્યારે સરકરા દ્વારા શાળાના કેલેન્ડરમાં 29 જાન્યુઆરીના રોજ હિન્દુ તહેવારની રજા જાહેર કરાઈ છે. પૂજા ઉદ્નમ પરિષદ અને  બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તિ એક્તા પરિષદ (BHBCUC) સહિત અનેક હિન્દુ ધાર્મિક સમૂહોએ ચૂંટણી પંચને તહેવાર મનાવવામાં સમુદાયની સુવિધા માટે ચૂંટણીને એક દિવસ પાછી ઠેલવવાનો આગ્રહ કર્યો હતો. અત્રે જણાવવાનું કે બંને નગર નિગમો હેઠળ અનેક શૈક્ષણિક સંસ્થાન સરસ્વતી પૂજાનું આયોજન કરે છે અને સ્થાનિક અને સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાન કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાય છે. 

આ બાજુ ચૂંટણી પંચે ચૂંટણીના દિવસને પાછો ઠેલવવાની ના પાડી દેતા એડવોકેટ અશોકે 5 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી કરીને હસ્તક્ષેપ કરવાનું કહ્યું હતું પરંતુ કોર્ટે મંગળવારે આ અરજી ફગાવી દીધી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube