વર્ચસ્વની લડત: બે વાઘ વચ્ચેની આક્રમક લડાઈ વાયરલ, VIDEO જોઈને થથરી જશો

મોટા ભાગે વાઘો વચ્ચેની લડાઈ પોત પોતાના વિસ્તાર માટે થતી હોય છે. કેમ  કે, બીજો કોઈ વાઘ જ્યારે પોતાના વિસ્તારમાં આવી ચડે ત્યારે તે અતિઆક્રમિક થઈ જાય છે. વાઘનો સ્વભાવ છે કે, તે પોતાના વિસ્તારમાં બીજા કોઈની દખલ પસંદ નથી કરતો.

વર્ચસ્વની લડત: બે વાઘ વચ્ચેની આક્રમક લડાઈ વાયરલ, VIDEO જોઈને થથરી જશો

અમદાવાદ: કોઈ વાઘ(Tighter fight) ની લડાઈ વાઘ સાથે અથવા તો અન્ય પ્રાણી સાથે થાય છે ત્યારે જંગલ ધ્રૂજી જાય છે. અનેકવાર વાઘની લડાઈના જબરજસ્ત વીડિયો સામે આવે છે. આમ તો જંગલનો રાજા સિંહ છે, પણ લડાઈની બાબતમાં વાઘ જરા પણ પાછો પડતો નથી. જંગલમાં વાઘ વચ્ચે અનેકવાર લડાઈ થાય છે. 

મોટા ભાગે વાઘો વચ્ચેની લડાઈ પોત પોતાના વિસ્તાર માટે થતી હોય છે. કેમ  કે, બીજો કોઈ વાઘ જ્યારે પોતાના વિસ્તારમાં આવી ચડે ત્યારે તે અતિઆક્રમિક થઈ જાય છે. વાઘનો સ્વભાવ છે કે, તે પોતાના વિસ્તારમાં બીજા કોઈની દખલ પસંદ નથી કરતો, અને જો કોઈ છેડછાડ કરે તો વાત વર્ચસ્વ પર આવી જાય છે અને તેનું પરિણામ એક ઉગ્ર ખૂની લડાઈમાં ફેરવાય છે. હાલ સોશિયલ મીડિયામાં બે વાઘો વચ્ચેની આક્રમક લડાઈ ખૂબ વાયરલ થઈ રહી છે.

— WildLense® (@WildLense_India) December 5, 2020

રાજસ્થાનના સવાઈ માધોપુરના રણથંભોર નેશનલ પાર્કનો હોવાની જાણકારી મળી રહી છે. મંડૂક ક્ષેત્રમાં થયેલી આ ભયાનક ફાઈટનો વીડિયો સામે આવ્યો છે. નેશનલ પાર્કમાં ફરવા આવેલા કોઈ પર્યટકે આ વીડિયો શૂટ કર્યો હતો. નેશનલ પાર્કમાં જ્યારે બે વાઘો વચ્ચે ખૂની લડાઈ થઈ ત્યારે પર્યટકોના પણ જીવ અધ્ધર થઈ ગયા હતાં. કેમ કે આવી ઘાતક લડાઈ  કોઈને જ લાઈવ જોવા મળે છે.

આ લડાઈમાં વાઘોની ત્રાડ માત્રથી જ પર્યટકોના જીવ ઉંચા થઈ ગયા હતાં. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં પણ વાઘની ત્રાડ સાંભળીની 2 સેકેન્ડ માટે લોકોના જીવ ઉંચા થઈ ગયા. આ વીડિયોને @WildLense_indiaએ શેર કર્યો અને લખ્યું કે, અમુક ઝઘડાઓ ખૂબ ઘાતક હોય છે. વાઘોના મૃત્યુનું કારણ વિસ્તાર માટે થતી લડાઈ પણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news