સ્પોટ માર્કેટમાં 40 હજારી થયું 24 કેરેટ સોનું, ચાંદી 46 હજારને પાર 

સોના અને ચાંદીની કિંમતમાં રેકોર્ડ વધારો થયો છે અને કિંમત બહુ વધી ગઈ છે

સ્પોટ માર્કેટમાં 40 હજારી થયું 24 કેરેટ સોનું, ચાંદી 46 હજારને પાર 

મુંબઈ : દેશમાં સોના અને ચાંદીના બજારમાં ભારે તેજીનો માહોલ છે. દેશમાં સોનાનો ભાવ રેકોર્ડ વધીને 40,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે જ્યારે ચાંદીનો ભાવ 46,000 રૂપિયા પ્રતિ કિલોથી વધી ગયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ, ગુલાબી શહેર જયપુર અને પીળા સોનાના સૌથી મોટા માર્કેટ અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 40,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (ત્રણ ટકા જીએસટી સાથે)થી વધી ગયો છે. સોનાના હાજર ભઆવમાં 1,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો અને ચાંદીમાં 1,000 રૂપિયા પ્રતિ કિલોનો વધારો નોંધાયો છે.

આ પરિસ્થિતિ વિશે ગોલ્ડ માર્કેટના એક્સપર્ટનું માનવું છે કે ''ઉંચા ભાવ પર મોંઘી ધાતુઓની માંગમાં નરમી છે. હાલમાં સોના અને ચાંદીનું માર્કેટ કોઈ ફન્ડામેન્ટલ કે એનાલિસીસના આધારે નહીં પણ ટ્રમ્પની ટ્વીટથી ચાલી રહ્યું છે. આ સંજોગોમાં ભાવ ક્યારે વધશે અને ક્યારે ઘટશે એ કહેવું મુશ્કેલ છે. જોકે હાલમાં પ્રવર્તી રહેલી તેજીના કારણે ઘરેલુ માંગમાં 50 ટકા ઘટાડો થયો છે.''

કોમોડિટી દુનિયાના એક વેપારીના મત પ્રમાણ અમેરિકા અને ચીન વચ્ચે વેપારી તણાવથી વિદેશી માર્કેટમાં સોના અને ચાંદીના બજારમાં તેજી આવી છે. આ કારણે ઘરેલુ માર્કેટમાં પણ આની કિંમત વધી છે. જોકે સોમવારે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્ર્મ્પના નિવેદન પછી થોડી નરમી આવી છે. ટ્ર્મ્પે કહ્યું હતું કે ચીને અમેરિકન અધિકારીઓનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે તેઓ વાતચીત કરવા માગે છે અને આ માગણીનું સ્વાગત કરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news