ગુજરાતમાં કોરોના વેક્સીનની કિંમત અને બજેટ અંગે નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું....?

ગુજરાતમાં કોરોના વેક્સીનની કિંમત અને બજેટ અંગે નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું....?
  • રાજ્યમાં પહેલેથી જ અન્ય પ્રકારની રસીઓ આપવાની થતી હોય છે, એટલે એ સ્ટાફ પહેલેથી જ રસી આપવા માટે તાલીમબદ્ધ છે. 
  • દુર્ગમ વિસ્તારમાં પહોંચાડવા માટે ભારત સરકાર પાસેથી બે કુલર પ્રાપ્ત થશે.  

હિતલ પારેખ/ગાંધીનગર :કોરોનાના કહેર વચ્ચે આતુરતાથી વેક્સીન (corona vaccine) ની રાહ જોવાઈ રહી છે. ગુજરાતમાં ટૂંક સમયમાં જ વેક્સીન આપવાની શરૂઆત થશે, જેના માટે હાલ પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ વચ્ચે ગઈકાલે કોરોના વેક્સીનને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ કહ્યું કે, વેક્સીનના આગમનને લઈ તૈયારીઓ ચાલી રહી છે, ગુજરાતમાં ચાર સ્ટેજમાં વેક્સીનની વહેંચણી કરવામાં આવશે. ત્યારે બીજી તરફ, રાજ્ય સરકારના 2021 ના બજેટમાં વેક્સીન માટે અલગથી જોગવાઈ કરવામાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. 

વેક્સીન માટે અલગ બજેટની જોગવાઈ 
કોરોનાની વેક્સીન રાજ્ય સરકારના કર્મચારીઓ અને કોરોના વાયરસને સરકાર પોતાના બજેટમાંથી આપવાની જાહેરાત કરી ચૂકી છે. ત્યારે નાણાં વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની પ્રજાને વેક્સીન આપવામાં આવે એ માટે અલગ બજેટની જોગવાઇ હશે. કરોડો રૂપિયાની જોગવાઈ નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આગામી બજેટમાં કરી શકે છે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ સંદર્ભે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ પણ જે પ્રકારે નિર્દેશ કર્યા છે તે પ્રમાણે આવતા મહિના સુધીમાં ભારતને પ્રાપ્ત થાય એટલા માટે આ તમામ તૈયારીઓ રાજ્ય સરકારે કરી લીધી છે. વેક્સીનની કિંમત અંગે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને કિંમત નક્કી કરવામાં આવશે. રાજ્યના બજેટમાંથી કે અન્ય રીતે ફંડ ઉભું કરીને પણ વેક્સીન આપવામાં આવશે. પરંતુ વેક્સીન ન આવે ત્યાં સુધી જાગૃતિ રાખવાની જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું જરૂરી છે. 

આ પણ વાંચો : અમદાવાદ: બાપુનગરના એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, 15 દુકાનો અને પાર્કિગના વાહનો બળીને ખાખ થયા

વેક્સીનની કિંમત અંગે નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું.... 
તો બીજી તરફ વેક્સીનની કિંમત અંગે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, હજી વેક્સીનના ચાર્જ અંગેનો કોઈ નિર્ણય થયો નથી. રાજ્ય સરકારના કર્મચારીઓ, જેઓ કોરોનાની કામગીરી કરી રહ્યા છે. રાજ્ય સરકાર તરફથી તેમને વિનામૂલ્યે વેક્સીન આપવામાં આવશે. 

વેક્સીનના ડિસ્ટ્રીબ્યુશન અને સ્ટોરેજ અંગે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે....

  • સૌથી મોટો પ્રશ્ન વેક્સીન આવે ત્યારે તેને સ્ટોરેજનો રહેશે. વેક્સીનને ઠંડા વાતાવરણમાં રાખવી જરૂરી છે. તે સામાન્ય પ્રકારના ઇન્જેક્શન કે ટેબ્લેટ નથી કે તેને સામાન્ય રીતે રાખી શકાય. કોલ્ડ ચેઈન પણ સાથે સાથે ઊભી કરવામાં આવી રહી છે.
  • રાજ્યમાં પહેલેથી જ અન્ય પ્રકારની રસીઓ આપવાની થતી હોય છે, એટલે એ સ્ટાફ પહેલેથી જ રસી આપવા માટે તાલીમબદ્ધ છે. ગુજરાતમાં સારી સિસ્ટમ વિકસાવી છે.
  • હાલ રાજ્યમાં છ ઝોનમાં મોટા ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત અને ભાવનગર, વડોદરામાં મોટા કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા આપણી પાસે ઉપલબ્ધ છે. 2189 પીએસસી, એસસી સેન્ટરોમાં બારેય મહિનાની પણ સુવિધાઓ ઉપલબ્ધ છે.
  • દુર્ગમ વિસ્તારમાં પહોંચાડવા માટે ભારત સરકાર પાસેથી બે કુલર પ્રાપ્ત થશે.
  • ભારત સરકાર તરફથી ડીપ-ફ્રીજ પણ ફાળવવામાં આવશે. 169 ભારત સરકાર દ્વારા રેફ્રિજરેટર ફાળવવામાં આવશે. અત્યાર સુધી 150 જેટલા રેફ્રિજરેટર ભારત સરકાર દ્વારા પ્રાપ્ત થઈ ચૂક્યા છે.
  • રસીના માટેની જરૂરી કે કોલ્ડ રાખી શકાય એ વાત ફ્રીજ પણ આપણી પાસે 12 જેટલા ઉપલબ્ધ છે.
  • વેક્સીન કેરિયર 85 હજાર જેટલી સંખ્યામાં રાજ્ય પાસે ઉપલબ્ધ છે. જેમાં બરફ રાખીને લઈ જઈ શકાય તે પ્રકારની વ્યવસ્થા છે. તેમાં માઇનસ 25 થી માંડીને 15 સુધીની ઠંડકની વ્યવસ્થા છે. 

આ પણ વાંચો : બનવા માંગતી હતી ડોક્ટર, પણ આ યુવતીના નસીબમાં કંઈ અલગ જ લખાયું હતું

કેવી રીતે કરાશે વેક્સીનનું ડ્રિસ્ટ્રીબ્યુશન 
તેમણે કહ્યું કે, મતદાન મથકોના પોલિંગ બૂથની જેમ રસીકરણ બૂથ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. 47796 રસીકરણ માટેના બૂથની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. જે નાગરિકોને વ્યક્તિના આપવાની થશે એમને બૂથ ઉપર આપવામાં આવશે. નાગરિકોને એસએમએસ કરવામાં આવશે. તેમને સ્થળ જણાવવામાં આવશે અને એ સ્થળ ઉપર જઈને તેઓને રસી આપવામાં આવશે. રાજ્ય સરકાર એસએમએસ કરીને જાણકારી આપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news