TikTok અને Helo પર પ્રતિબંધ મૂકાતા જ Google અને Apple એ પણ તાબડતોબ લીધું આ પગલું

 TikTok અને Helo સહિત 59 એપ્સ પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકાયા બાદ અમેરિકન કંપની ગૂગલ અને એપલ પણ મેદાને આવી ગયા છે. આ બંને કંપનીઓએ તાબડતોબ પોતાના એપ સ્ટોરથી ટિકટોક અને હેલોને હટાવી દીધી છે. ગઈ કાલે રાતે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ બાદ આજે સવારે લગભગ 9 વાગે આ પગલું લેવાયું. હવે કોઈ પણ ભારતીય યૂઝર આ એપ્સને ડાઉનલોડ કરી શકશે નહીં. 

TikTok અને Helo પર પ્રતિબંધ મૂકાતા જ Google અને Apple એ પણ તાબડતોબ લીધું આ પગલું

નવી દિલ્હી:  TikTok અને Helo સહિત 59 એપ્સ પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકાયા બાદ અમેરિકન કંપની ગૂગલ અને એપલ પણ મેદાને આવી ગયા છે. આ બંને કંપનીઓએ તાબડતોબ પોતાના એપ સ્ટોરથી ટિકટોક અને હેલોને હટાવી દીધી છે. ગઈ કાલે રાતે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ બાદ આજે સવારે લગભગ 9 વાગે આ પગલું લેવાયું. હવે કોઈ પણ ભારતીય યૂઝર આ એપ્સને ડાઉનલોડ કરી શકશે નહીં. 

મળેલી માહિતી મુજબ હાલ ગૂગલે પોતાના પ્લે સ્ટોર અને એપલે પોતાના એપ સ્ટોરથી કેટલીક ચીની એપ્સને બેન કરી છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા બેન કરાયેલી તમામ ચીની એપ્સમાંથી કેટલીક હજુ પ્લે સ્ટોરમાં જોવા મળી રહી છે. હાલ બંને અમેરિકી કંપનીઓએ પોતાની આ કાર્યવાહી પર કોઈ અધિકૃત નિવેદન જાહેર કર્યું નથી. 

ભારતમાં પ્રતિબંધ લાગ્યા બાદ ચીનની મોબાઈલ એપ ટિકટોકે પોતાની સ્પષ્ટતા બહાર પાડી છે. નિવેદન બહાર પાડીને ટિકટોકે કહ્યું કે કંપની ભારતમાં પોતાના કોઈ પણ યૂઝરનો ડેટા ચીન સહિત કોઈ પણ વિદેશી સરકાર સાથે શેર કરતી નથી. એપ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો તે અંગે કંપનીનું કહેવું છે કે બાઈટડાન્સ  (ByteDance) એ ભારત સરકાર પાસે પોતાનો પક્ષ રજૂ કરવાની મંજૂરી માંગી છે જેથી કરીને આશંકાઓ દૂર કરી શકાય. 

અત્રે જણાવવાનું કે પૂર્વ લદાખમાં ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે ભારત સરકારે ટિકટોક અને યુસી બ્રાઉઝર સહિત ચીન સંલગ્ન 59 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. સરકારે આ એપ્સને સુરક્ષા કારણોસર જોખમી ગણાવી છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ આ એપ્સ એવી ગતિવિધિઓમાં સામેલ છે જે ભારતના સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષા માટે જોખમી છે. 

આ 59 એપ્સ પર ભારત સરકારે લગાવ્યો પ્રતિબંધ...જુઓ લિસ્ટ

1. ટિકટોક (TikTok)
2. શેર ઈટ(Shareit)
3. કેવઈ (Kwai)
4. યુસી બ્રાઉઝર (UC Browser)
5. બૈડુ મેપ (Baidu map)
6. શીન (Shein)
7. ક્લેશ ઓફ કિંગ Clash of Kings)
8.  ડીયુ બેટરી સેવર (DU battery saver)
9.  હેલો (Helo)
10. લાઈક (Likee)
11.  યુકેમ મેકઅપ ( YouCam makeup)
12. એમઆઈ કમ્યુનિટી ( Mi Community)
13.  સીએમ બ્રાઉઝર(CM Browers)
14.  વાયરસ ક્લિનર (Virus Cleaner)
15. એપીયુએસ બ્રાઉઝર (APUS Browser)
16.  રોમવે (ROMWE)
17.  ક્લબ ફેક્ટરી (Club Factory)
18. ન્યૂઝ ડોગ (Newsdog)
19.  બ્યૂટી પ્લસ (Beutry Plus)
20.  વીચેટ (WeChat)
21. યૂસી ન્યૂઝ (UC News) 
22. ક્યુ ક્યુ મેઈલ (QQ Mail)
23. વીબો (Weibo) 
24. ઝેન્ડર(Xender)
25. ક્યુ ક્યુ મ્યુઝિક (QQ Music)
26. ક્યુ ક્યુ ન્યૂઝફિડ (QQ Newsfeed)
27.  બીગો લાઈવ  (Bigo Live)
28.  સેલ્ફી સીટી (SelfieCity)
29.  મેઈલ માસ્ટર (Mail Master)
30. પેરલર સ્પેસ (Parallel Space)
31.  એમઆઈ વીડિયો કોલ-શાઓમી (Mi Video Call – Xiaomi)
32. વીસાઈન (WeSync)
33.  ઈએસ ફાઈલ એક્સપ્લોરર (ES File Explorer)
34. વીવા વીડિયો (Viva Video),  
35. મીઈટુ (Meitu)
36.  વીગો વીડિયો ( Vigo Video)
37.  ન્યૂ વીડિયો સ્ટેટસ (New Video Status)
38. ડીયુ રેકોર્ડર (DU Recorder)
39. વોલ્ટ હાઈડ (Vault- Hide)
40. કેચે ક્લિનર ડીયુ એપ સ્ટુડિયો (Cache Cleaner DU App studio)
41.  ડીયુ ક્લિનર (DU Cleaner)
42. ડીયુ બ્રાઉઝર (DU Browser)
43. હગો પ્લે વિથ ન્યૂ ફ્રેન્ડ્સ (Hago Play With New Friends)
44. કેમ સ્કેનર (Cam Scanner)
45.  ક્લિન માસ્ટર ચીતા મોબાઈલ (Clean Master – Cheetah Mobile)
46. વંડર કેમેરા (Wonder Camera)
47.  ફોટો વંડર (Photo Wonder)
48. ક્યુ ક્યુ પ્લેયર(QQ Player)
49. વી મીટ (We Meet)
50.  સ્વીટ સેલ્ફી  (Sweet Selfie)
51.  બૈડુ ટ્રાન્સલેટ (Baidu Translate)
52. વી મેટ (Vmate)
53. ક્યુ ક્યુ ઈન્ટરનેશનલ (QQ International)
54. ક્યુ ક્યુ સિક્યુરિટી સેન્ટર (QQ Security Center)
55.  ક્યુ કર્યુ લોન્ચર (QQ Launcher)
56. યુ વીડિયો (U Video)
57. વી ફ્લાય સ્ટેટસ વીડિયો ( V fly Status Video)
58.  મોબાઈલ લેજેન્ડ્સ (Mobile Legends)
59. ડીયુ પ્રાયવસી ( DU Privacy)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news