Gold-Silver: જાણી લો સોના-ચાંદીનો નવો ભાવ, ચાંદીના ભાવમાં 900 રૂપિયાનો ધટાડો

ઓક્ટોબરના પહેલાં દિવસે ચાંદીના ભાવમાં 915 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો નોધાયો છે. 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ હવે 61423 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયો છે.

Gold-Silver: જાણી લો સોના-ચાંદીનો નવો ભાવ, ચાંદીના ભાવમાં 900 રૂપિયાનો ધટાડો

નવી દિલ્હી: ઓક્ટોબરના પહેલાં દિવસે સોના-ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. મજબૂત ગ્લોબલ સંકેતોના દમ પર દેશભરના સોની બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 37 રૂપિયા વધી ગયો છે. દિલ્હીના સોની બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 51389 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. એચડીએફસી સિક્યોરિટીઝના અનુસાર મજબૂઅ રૂપિયાના લીધે સોનાનો ભાવ વધુ તેજી જોવા ન મળી. 

ચાંદી થઇ સસ્તી
ઓક્ટોબરના પહેલાં દિવસે ચાંદીના ભાવમાં 915 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો નોધાયો છે. 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ હવે 61423 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયો છે. તો બીજી તરફ ચાંદી ગત બિઝનેસમાં 62,338 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઇ હતી. 

HDFC સિક્યોરિટીઝ સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે કહ્યું કે દિલ્હીમા6 24 કેરેટ સોનાના ભાવમાં 37 રૂપિયાનો સામાન્ય વધારો થયો. રૂપિયામાં 63 પૈસાની મજબૂતી જોવા મળી અને આ ગુરૂવારે અમેરિકી ડોલરના મુકાબલે 73.13 પર બંધ થયો અને સકારાત્મક ધરેલૂ ઇક્વિટી અને નબળી અમેરિકી મુદ્રાએ રોકાણકારોની ભાવનાઓને પ્રભાવિત કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news