'પૈસા જ પૈસા'... BUdgetને લઈને સોશિયલ મીડિયા પર છવાયા ફની મિમ્સ
નાણાપ્રધાન નિર્મલા સીતારમને આજે સંસદમાં વર્ષ 2020-2021 માટે બજેટ રજૂ કર્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારના નાણાપ્રધાન નિર્મલા સીતારમને બજેટ 2020 સંસદમાં રજૂ કરી દીધું છે. નવા દાયકામાં દેશનું પ્રથમ બજેટ રજૂ થયા બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે. ઘણા લોકોએ મીમ્સ દ્વારા બજેટ પર રિએક્શન આપ્યા છે. આવો જોઈએ કેટલાક ખાસ મીમ્સ...
નાણાપ્રધાન નિર્મલા સીતારમને બજેટ ભાષણ દરમિયાન ટેક્સ સ્લેબની જાહેરાતમાં મોડું થયું તો સોશિયલ મીડિયા યૂઝરે આવા મીમ શેર કર્યાં.
નાણાપ્રધાન નિર્મલા સીતારમને બજેટ દરમિયાન મોદી સરકારની યોજનાઓની ખુબી ગણાવી અને સરકારની પ્રશંસા કરી. તેમણે જીએસટીની પણ પ્રશંસા કરી હતી.
નાણાપ્રધાન નિર્મલા સીતારમને બજેટ 2020 દરમિયાન કહ્યું કે, અમારી સરકાર ખેડૂતોની આવક 2022 સુધી બમણી કરવાને લઈને પ્રતિબદ્ધ છે. કિસાનો માટે નવા બજાર ખોલવાની જરૂર છે.
નાણાપ્રધાને કહ્યું કે, અમારી સરકાર સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસની નીતિ પર આગળ વધી રહી છે. ભારત આજે વિશ્વમાં વધતી અર્થવ્યવસ્થાની આગેવાની કરી રહ્યું છે.
બજેટમાં ખેડૂતો માટે નાણાપ્રધાને 16 સૂત્રી યોજનાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, કિસોનો માટે નવા બજાર ખોલવાની જરૂર છે.
નાણાપ્રધાને કહ્યું કે, કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાને 2021 માટે વધારવામાં આવશે, તો બ્લૂ ઇકોનોમીના માધ્યમથી મતસ્ય પાલનને પ્રોત્સાહન આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે