પ્રેગ્નેંસીની અફવાઓ પર દીપિકાનું નિવેદન, કહ્યું- 'રણવીર અને હું બાળક અંગે વિચાર રહ્યા નથી'

દીપિકા અને રણવીરના ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતા, જેમાં દીપિકા ઢીલા કપડાંમાં જોવા મળી રહી હતી. દીપિકાના આ કપડાં પરથી ઘણા ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે અભિનેત્રી પ્રેગ્નેંટ છે

પ્રેગ્નેંસીની અફવાઓ પર દીપિકાનું નિવેદન, કહ્યું- 'રણવીર અને હું બાળક અંગે વિચાર રહ્યા નથી'

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) તાજેતરમાં જ મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનનાર પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'છપાક'નું શૂટિંગ પુરૂ કરી લીધું છે અને હવે તે પોતાની બીજી ફિલ્મ '83'ને લઇને ખૂબ વ્યસ્ત છે. તો બીજી તરફ તેમની અંગત જીંદગીને લઇને એક અફવા ખૂબ ઝડપથી ફેલાઇ રહી છે. જી હાં રણવીર સિંહ (Ranveer Singh) સાથે લગ્ન બાદ સતત દીપિકા પાદુકોણના પ્રેગ્નેંટ હોવાની અફવાએ જોર પકડી ચૂકી છે. જ્યાં દરેક વાર દીપિકા આ સમાચારને મજાકમાં ઉડાવતાં ઇગ્નોર કરી દે છે, તો આ વખતે તેમણે આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે. 
लंदन में उड़ी दीपिका पादुकोण के मां बनने की अफवाह, पति रणवीर के साथ VIDEO VIRAL

અમારી સહયોગી વેબસાઇટ ડીએનએમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર તાજેતરમાં દીપિકાએ એચટી કેફેથી આ મામલે વાતચીત કરતાં કહ્યું કે ''શું અમે બાળકો પેદા કરવાનો ઇરાદો રાખીએ છીએ? ચોક્કસ અમે રાખીએ છીએ, અમે બંને (દીપિકા અને રણવીર) બાળકો સાથે પ્રેમ કરે છે. પરંતુ શું અમારે જલદી આમ કરવું જોઇએ? બિલકુલ નહી! અમે આ બિંદુ પર ખૂબ સ્વાર્થી છીએ અને અમારા કેરિયર પર ધ્યાન કેંદ્વિત કરીએ છીએ. હાલ બાળકો પેદા કરવા યોગ્ય નથી. અમે બાળકો વિશે પણ વિચારીએ છીએ.
प्रेग्नेंसी की अफवाहों पर गुस्साईं दीपिका पादुकोण, बोलीं- 'प्रेशर क्यों बना रहे हैं?'

તમને જણાવી દઇએ કે દીપિકા અને રણવીરના ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતા, જેમાં દીપિકા ઢીલા કપડાંમાં જોવા મળી રહી હતી. દીપિકાના આ કપડાં પરથી ઘણા ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે અભિનેત્રી પ્રેગ્નેંટ છે અને તેમના બેબી બંપને છુપાવવા માટે આવા કપડાં પહેરી રહી છે. તમને જણાવી વર્ષ 2018માં દીપિકા-રણવીરે નવેમ્બરમાં બે રીતિ-રિવાજોથી ઇટલીમાં લગ્ન કર્યા હતા. હવે ટૂંક સમયમાં બંને પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ '83'માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા ક્રિકેટર કપિલ દેવની પત્નીનો રોલ પ્લે કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news