કરીના કપૂર ફરી બનવા માગે છે માતા, Videoમાં કર્યો ખુલાસો 

કરીના અને સૈફનો દીકરો તૈમુર પહેલાંથી જ બોલિવૂડનો ફેવરિટ છે

Updated: Sep 12, 2018, 02:49 PM IST
કરીના કપૂર ફરી બનવા માગે છે માતા, Videoમાં કર્યો ખુલાસો 

મુંબઇ : શાહિદ કપૂર અને મીરા રાજપૂત હાલમાં બીજી વાર માતા-પિતા બન્યા છે. તેમની ખુશીમાં આખું બોલિવૂડ ખુશ છે ત્યારે સમાચાર આવ્યા છે કે એક બીજી સેલિબ્રિટી બીજા બાળકનું પ્લાનિંગ કરી રહી છે. આ સેલિબ્રિટી છે શાહિદની એક્સ ગર્લફ્રેન્ડ કરીના કપૂર ખાન. હાલમાં કરીનાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તે અને સૈફ અલી ખાન બહુ જલ્દી બીજા બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છે. 

કરીના અને સૈફનો દીકરો તૈમુર ફેવરિટ સ્ટારકિડ છે. તેની તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થાય છે. હાલમાં ઝી ટીવીના ટોક શો 'સ્ટારી નાઇટ્સ'માં વાત કરતી વખતે કરીનાએ કહ્યું કે તે તેનો પરિવાર વધારવાનું પ્લાનિંગ કરી રહી છે અને આગામી બે વર્ષમાં તેનો માતા બનવાનો ઇરાદો છે. કરીનાનો ઇરાદો જાણીને મજાકના સૂરમાં અમૃતા અરોરાએ કહ્યું કે જો કરીના બાળકનું પ્લાનિંગ કરશે તો તે તો દેશ છોડીને જ જતી રહેશે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Kareena on #Starrynights with her BFF Amrita Arora👭🥀 . . . . #instabolly #bollywood

A post shared by Bollywood Entertainment💎 (@lnstabolly) on

કરીના બહુ જલ્દી કરણ જોહરની ફિલ્મ 'તખ્ત'માં જોવા મળશે. આ ફિલ્મમાં કરીના સાથે રણવીર સિંહની જોડી જોવા મળશે. આ સિવાય કરીના એક વુમન સેન્ટ્રિક બ્લેક કોમેડીનો પણ હિસ્સો બનવાની છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...