#MeToo : આલોક નાથે પોતાના પર લાગેલા આરોપોનો આપ્યો 'આ' જવાબ
આલોક નાથના વકીલે માહિતી આપી છે કે આલોક નાથે નોટિસનો જવાબ આપી દીધો છે
Trending Photos
નવી દિલ્હી : #MeToo મુવમેન્ટમાં બોલિવૂડમાં 'સંસ્કારી' એક્ટર આલોક નાથ પર અનેક મહિલાઓએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ ઘટના પછી આલોક નાથ તરફથી કોઈ નિવેદન નથી આવ્યું. જોકે તેમના વકીલે નિવેદન આપ્યું હતું કે આલોક નાથ આઘાતમાં છે અને થોડાક સમય પછી નિવેદન આપશે. આ મામલામાં સિને અને ટીવી કલાકારોના અસોશિયેશન સિન્ટા (CINTAA)એ એની વિરૂદ્ધ નોટિસ આપી હતી. હવે આલોક નાથે આરોપ વિરૂદ્ધ પગલું ભર્યું છે.
એએનઆઇના સમાચાર પ્રમાણે આલોક નાથના વકીલ અશોક સારાગોગીએ માહિતી આપી છે કે આલોક નાથે નોટિસનો જવાબ આપી દીધો છે કે આલોક નાથે CINTAAને સ્પષ્ટતા કરીને યૌન ઉત્પીડનના આરોપનો ઇનકાર કરી દીધો છે. અશોક સારાગોગીએ કહ્યું હતું કે આલોક નાથ આઘાતમાં છે અને થોડાક સમય પછી નિવેદન આપશે. જોકે પછી આલોક નાથની પત્નીએ પતિના પક્ષમાં નિવેદન જાહેર કર્યું છે.
હાલમાં ટીવી એક્ટ્રેસ સંધ્યા મૃદુલ, વિંતા નંદા અને હિમાની શિવપુરીએ આલોક નાથ વિરૂદ્ધ જાતીય શોષણના આરોપ મૂક્યા હતા. વિંતાના દાવા પ્રમાણે આલોક નાથની પત્ની તેની મિત્ર હતી અને આ વાતનો ફાયદો ઉપાડીને જ આલોક નાથે તેનું શોષણ કર્યું હતું. સંધ્યા મૃદુલના દાવા પ્રમાણે એક શૂટિંગ વખતે આલોક નાથે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે