પોલીસે જપ્ત કર્યા સુશાંત સિંહ રાજપૂતના ઘરેથી કાગળો અને લેપટોપ


સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ષડયંત્રના એન્ગલથી મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. માહિતી મળી છે કે મોબાઇલ અને મેડિકલ ફાઇલ બાદ મંગળવારે પોલીસની ટીમે સુશાંત સિંહ રાજપૂતના ઘરેથી અન્ય દસ્તાવેજો અને લેપટોપ જપ્ત કર્યાં છે. 

પોલીસે જપ્ત કર્યા સુશાંત સિંહ રાજપૂતના ઘરેથી કાગળો અને લેપટોપ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput) આત્મહત્યા બાદથી એક મોટી સંખ્યામાં લોકો તેમાં કોઈ ષડયંત્રની આશંકા વ્યક્ત કરી રહ્યાં છે. ઘણા રાજનેતા અને ફેન્સનું માનવું છે કે સુશાંત બોલીવુડના કેટલાક મોટા લોકોની જૂથબંધીનો શિકાર થઈ ગયો હતો. જેના કારણે તે એટલો ડિપ્રેશનમાં આવી ગયો કે તેણે આપઘાત કરી લીધો છે. હવે આ મામલામાં મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે અને તે સુશાંત સંબંધિત બધા દસ્તાવેજ અને પૂરાવાની શોધ કરી રહી છે. 

અંકિતાની હાજરીમાં લેપટોપ કર્યું જપ્ત
સુશાંતના મોતના બે દિવસ બાદ મંગળવારે મુંબઈ પોલીસની એક ટીમ તેના ઘરે પહોંચી અને ત્યાંથી સુશાંતના કેટલાક કાગળો અને લેપટોપ જપ્ત કર્યું હતું. જાણવા મળી રહ્યું છે કે જ્યારે પોલીસની ટીમ સુશાંતના ઘરે પહોંચી હતી તો ત્યાં પરિવારજનો સિવાય પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે પણ હાજર હતી. આ પહેલા પણ પોલીસની ટીમ સુશાંતના ઘરે તપાસ માટે પહોંચી હતી.

Sushant Singh Rajput ના કાકાના છોકરાએ કર્યો ઘટસ્ફોટ, કરી મોટી વાત

મોબાઇલ પોલીસની પાસે
મહત્વનું છે કે સુશાંતના મોત બાદ મુંબઈ પોલીસે પહેલા જ તપાસ માટે તેનો મોબાઇલ જપ્ત કરી લીધો હતો. આ મોબાઇલનો પાસવર્ડ સુશાંતના મેનેજર પાસે રહેતો હતો. મોબાઇલ સિવાય પોલીસે સુશાંતના ડોક્ટરની ફાઇલ પણ જપ્ત કરી છે. સુશાંત છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનનો સામનો કરી રહ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે કાગળો, મોબાઇલ અને લેપટોપથી પોલીસ તે જાણકારી હાસિલ કરવા ઈચ્છે છે કે શું સુશાંત પર કોઈ ખાસ લોકો દ્વારા દબાવ બનાવવામાં આવી રહ્યો હતો. 

સુશાંત પાસે છીનવી લેવામાં આવી હતી ફિલ્મો?
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે સોશિયલ મીડિયા પર તે આરોપ લગાવવામાં આવ્યો હતો કે સુશાંતને છિછોરે બાદ 7 ફિલ્મો મળી હતી પરંતુ કથિત રીતે કેટલાક લોકોના દબાવમાં તેને આ ફિલ્મોમાંથી કાઢવામાં આવ્યો હતો. આ સિવાય ઘણઆ બોલીવુડ કલાકારો અને ડાયરેક્ટરના નિવેદન પણ તેની તરફ ઇશારો કરે છે કે સંભવ છે કે સુશાંત કેટલાક લોકોના દવાબમાં ડિપ્રેશનમાં ચાલ્યો દયો હતો. હવે જોવાનું તે છે કે સુશાંતના લેપટોપ, મોબાઇલ અને કાગળોમાંથી કોઈ પૂરાવા પોલીસને હાથ લાગે છે કે નહીં. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news