જીત્યા મોદીજી અને મોં પર તમાચો પડ્યો આ એક્ટરને, જાહેરમાં કર્યો સ્વીકાર

લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં પણ ભાજપની લહેરે દરેકને ચોંકાવી દીધા છે. 2019નું પરિણામ ભાજપ માટે 2014 કરતા પણ સારું આવ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહના નારા 'અબ કી બાર, 300 પાર'નો જોરદાર જાદુ ચાલ્યો છે.

જીત્યા મોદીજી અને મોં પર તમાચો પડ્યો આ એક્ટરને, જાહેરમાં કર્યો સ્વીકાર

મુંબઈ : લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં પણ ભાજપની લહેરે દરેકને ચોંકાવી દીધા છે. 2019નું પરિણામ ભાજપ માટે 2014 કરતા પણ સારું આવ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહના નારા 'અબ કી બાર, 300 પાર'નો જોરદાર જાદુ ચાલ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) આ વખતે 300ને પાર નીકળી ગઈ છે. ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન NDAનો આંકડો 350ને પાર થયો છે. ભાજપ અને NDA દ્વારા અનેક મોટા કિલ્લા ધ્વસ્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને દેશના 16 રાજ્ય એવા છે જ્યાં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી. આ દરમિયાન કર્ણાટકની રાજધાની બેંગલુરુથી અપક્ષ ચૂંટણી લડી રહેલા એક્ટર પ્રકાશ રાજે એક ટ્વીટ કર્યું છે. જે ચર્ચાનું કારણ બન્યું છે.

— Prakash Raj (@prakashraaj) May 23, 2019

પ્રકાશ રાજે એક ટ્વીટ કર્યું છે કે,’મારા મો પર જોરદાર તમાચો પડ્યો છે. ગાળો, ટ્રોલિંગ અને શરમિંદગી મારા રસ્તામાં આવવાની છે. જોકે, હું મારા રસ્તા પર ટક્યો રહીશ. સેક્યુલર ભારત માટે લડાઈનો મારો નિર્ણય અડગ રહેશે. આ એક કઠિન સફરની માત્ર શરુઆત છે. મારી સાથે આ સફરમાં આગળ વધનારનો આભાર. જય હિંદ’

પ્રકાશ રાજની આ ટ્વીટ પર લોકોના અનેક રિએક્શન્સ આવી રહ્યાં છે. ઘણાં લોકો તેમની આ ટ્વીટના વખાણ કરી રહ્યાં છે. તો કેટલાક યૂઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યાં છે. લોકો તેને સાંત્વના આપતા કહી રહ્યાં છે કે આ તો બસ શરુઆત છે. ઘણાં યૂઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યાં છે. ટ્રોલ કરનાર લખી રહ્યાં છે કે તમારી પાસે હજુ પણ સમય છે. તમે મોદીને નફરત કરવાનું છોડી દો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news