હોળીની પાર્ટીમાં બધાની સામે પ્રિયંકા અને નિકે કરી એવી હરકત કે...

બોલિવુડથી હોલિવુડ સુધી ફેમસ બનેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હોળીનો તહેવાર ઉજવવા ખાસ ભારત આવી છે. તેની સાથે તેના પતિ અને અમેરિકન પોપ સ્ટાર નિક જોનાસ (Nick Jonas) પણ આવ્યા છે. હાલમાં જ બંને ઈશા અંબાણીના ઘર પર હોળી સેલિબ્રેશન માટે પહોંચ્યા હતા. આ હોળી પાર્ટીમાં બોલિવુડના અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા. 
હોળીની પાર્ટીમાં બધાની સામે પ્રિયંકા અને નિકે કરી એવી હરકત કે...

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડથી હોલિવુડ સુધી ફેમસ બનેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હોળીનો તહેવાર ઉજવવા ખાસ ભારત આવી છે. તેની સાથે તેના પતિ અને અમેરિકન પોપ સ્ટાર નિક જોનાસ (Nick Jonas) પણ આવ્યા છે. હાલમાં જ બંને ઈશા અંબાણીના ઘર પર હોળી સેલિબ્રેશન માટે પહોંચ્યા હતા. આ હોળી પાર્ટીમાં બોલિવુડના અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા. 

A post shared by Manav Manglani (@manav.manglani) on

પ્રિયંકા અને નિકે અહીં હોળીની મસ્તી કરવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યાં છે. પહેલીની તસવીરમાં બંને મેચિંગ ડ્રેસમાં નજર આવી રહ્યાં છે. પંરતુ હોળી રમ્યા બાદની તસવીરોમાં બંનેના કપડાની હાલત એકદમ બદલાઈ ગઈ છે. 

PRIYANKA CHOPRA

તો એક વીડિયો એવો પણ છે કે, જેમાં નિક જોનાસ અને પ્રિયંકા ડ્રેસમાં પોતાના હાથ સાફ કરી રહ્યાં છે. પ્રિયંકાએ આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. જેમાં નિક તેના કપડાથી પોતાના હાથ સાફ કરતા નજર આવી રહ્યાં છે. તેની સાથે પ્રિયંકાએ કેપ્શન લખી કે, ટુવાલની જરૂર કોને છે. તો આ તસવીર પર પણ ધડાધડ કોમેન્ટ્સ આવવાની શરૂઆત થઈ હતી. એક યુઝરે લખ્યું કે, નિક એકદમ દેશી પતિવાળી હરકતો કરી રહ્યો છે, તે ભારતીયો જેવી આદત અપનાવી રહ્યો છે. 

હોળીની આ તસવીરોને જોઈને લાગે છે કે, પ્રિયંકા અને નિકે આ તહેવારને એન્જોય કરવામાં કંઈ બાકી ન રાખ્યું. કેટરીના અને પ્રિયંકાની પાર્ટીની અનેક તસવીરો સામે આવી હતી. જેમાં બંને હોળી રમતી નજર આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news