સલમાને વાપર્યો સંજય લીલા ભણસાલીનો ખભો, લઈ લીધો પ્રિયંકા ચોપડા સામે બરાબર બદલો

સલમાન ખાનને આ ઇદ પર ફિલ્મ 'ભારત'ને હિટ થઇને ઇદી તો આપી દીધી છે. ફિલ્મને બે દિવસમાં જ 73 કરોડનો બિઝનેસ કરી લીધો છે. ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડના ક્લબમાં પહોંચી જશે. 'ભારત' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવતાં જ સલમાન ખાને ફેન્સને પોતાની આગામી ઇદ રિલીઝ ફિલ્મનું નામ બતાવી દીધું છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાટાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપતાં જણાવ્યું કે સલમાન ખાન અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ઇંશાલ્લાહ' વર્ષ 2020માં ઇદ પર રિલીઝ થશે. 

સલમાને વાપર્યો સંજય લીલા ભણસાલીનો ખભો, લઈ લીધો પ્રિયંકા ચોપડા સામે બરાબર બદલો

મુંબઈ : સલમાન ખાનને આ ઇદ પર ફિલ્મ 'ભારત'ને હિટ થઇને ઇદી તો આપી દીધી છે. ફિલ્મને બે દિવસમાં જ 73 કરોડનો બિઝનેસ કરી લીધો છે. ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડના ક્લબમાં પહોંચી જશે. 'ભારત' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવતાં જ સલમાન ખાને ફેન્સને પોતાની આગામી ઇદ રિલીઝ ફિલ્મનું નામ બતાવી દીધું છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાટાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપતાં જણાવ્યું કે સલમાન ખાન અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ઇંશાલ્લાહ' વર્ષ 2020માં ઇદ પર રિલીઝ થશે. 

‘હમ દિલ દે ચુકે સનમ’ અને ‘સાંવરિયા’ બાદ સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી ફરી સાથે કામ કરવાની તક શોધી રહ્યા હતા. સંજય લીલા ભણસાલીએ એક લવ સ્ટોરી સિલેક્ટ કરી છે, જેના સ્ક્રીનપ્લે પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ માટે દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરાના નામ બોલાયા હતા પણ આખરે આલિયાની પસંદગી છે. જોકે આ ફિલ્મ માટે પ્રિયંકાને બદલે આલિયાની પસંદગી થઈ છે એની પાછળનું મોટું કારણ સલમાનની નારાજગી છે. હકીકતમાં પ્રિયંકા એક તબક્કે સલમાનની ભારતમાં હિરોઇન હતી પણ તેણે આ ફિલ્મ કરવાનો ઇન્કાર કરીને નિક જોનાસ સાથે લગ્ન કરવાનું પસંદ કર્યું હતું. પ્રિયંકાના આ નિર્ણયને કારણે સલમાન બહુ અપસેટ થયો હતો. હાલમાં ભારતના પ્રમોશન વખતે દરેક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાને ઉતારી પાડીને તેણે પોતાની આ નારાજગીનો પરચો આપ્યો હતો. ચર્ચા પ્રમાણે સલમાને જ સંજય લીલા ભણસાલીને તેના અને પ્રિયંકામાંથી એકની પસંદગી કરવાનો વિકલ્પ આપ્યો હતો અને આખરે પ્રિયંકાનું પત્તું કપાઈ જતા આલિયાને તક મળી હતી. 

આ ફિલ્મ વિશે એવી ચર્ચા હતી કે સલમાન અને આલિયા ભાઇ-બહેનના રોલમાં જોવા મળશે પણ હવે શૂટિંગ પહેલા જ ફિલ્મની સ્ટોરી લિક થઈ ગઈ છે. આ ફિલ્મનું શૂટિંગ હૃષિકેશ, હરિદ્વારા અને બનારસની સાથેસાથે યુએસમાં પણ થશે. મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે આલિયા ફિલ્મમાં એક એક્ટ્રેસ બની છે જ્યારે સલમાન બિઝનેસમેનના રોલમાં છે. આ ફિલ્મની સ્ટોરી જ એવી હશે કે આલિયા અને સલમાનનો રોમેન્સ ખટકશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news