શ્વાસ લેવામાં મુશ્કેલીને કારણે અભિનેતા સંજય દત્ત લીલાવતી હોસ્પિટલમાં દાખલ

બોલીવુડ અભિનેતા સંજય દત્તની તબીયત બગડી છે. ત્યારબાદ તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંજય દત્તને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. પરંતુ તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.  

Updated By: Aug 9, 2020, 07:16 AM IST
શ્વાસ લેવામાં મુશ્કેલીને કારણે અભિનેતા સંજય દત્ત લીલાવતી હોસ્પિટલમાં દાખલ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સંજય દત્તની તબીયત બગડી છે. ત્યારબાદ તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંજય દત્તને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. પરંતુ તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હાલમાં સંજય દત્તને નોન-કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. બધુ બરાબર રહ્યું તો કાલે ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. 

મહત્વનું છે કે સંજય દત્ત આ સમયે પરિવારથી દૂર રહી રહ્યો છે. લોકડાઉનના સમયથી માન્યતા બંન્ને બાળકો શહરાન તથા ઇકરાની સાથે દુબઈમાં છે અને ત્યાંથી પરત આવ્યા નથી. સંજય દત્ત ઘણા સમયથી પોતાના પરિવારને મિસ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેમેલી સાથે ફોટો પોસ્ટ કરીને પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા તેણે પત્ની માન્યતાને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. હાલ ચિંતાની વાત નથી કારણ કે તેને કોરોના નેગેટિવ છે. '

Sushant Singh Rajputના ન્યાય માટે અમેરિકામાં ઉઠ્યો અવાજ, રસ્તા પર જોવા મળ્યા બોર્ડ

સંજય દત્તની પાસે ઘણા  પ્રોજેક્ટ્સ
જો વર્ક ફ્રંટની વાત કરીએ તો સંજય દત્તની છેલ્લી ફિલ્મ પાનીપત હતી. હાલમાં તેની ઘણી ફિલ્મો પેન્ડિંગ છે જેમાં સડક 2, શમશેરા, ભુજ, કેજીએફ, પૃથ્વીરાજ અને તારેબાજ જેવી ફિલ્મો સામેલ છે. હાલ કોરોનાને કારણે કોઈ ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું નથી. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube