કોરોનાથી સંક્રમિત થયા કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ, AIIMSમાં દાખલ

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે એમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.   

Updated By: Aug 8, 2020, 10:26 PM IST
કોરોનાથી સંક્રમિત થયા કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ, AIIMSમાં દાખલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ શનિવારે સાંજે કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારબાદ તેમને એમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. મેઘવાલ વર્તમાનમાં કેન્દ્રીય ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી તથા સંસદીય કાર્ય મંત્રી છે. તેઓ રાજસ્થાનની બીકાનેર સીટથી લોકસભાના સાંસદ છે. આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, ઉત્તર પ્રદેશના ભાજપ અધ્યક્ષ સ્વતંત્રડ દેવ સિંહ અને તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. સ્વતંત્ર દેવ સિંહ પોતાના ઘરમાં ક્વોરેન્ટાઇન છે. જ્યારે અન્ય નેતાઓ હોસ્પિટલમાં દાખલ છે. 

શનિવારે કોરોનાના 61,537 નવા કેસ
ભારતમાં કોવિડ-19ના એક દિવસમાં 61 હજાર 537 કેસ આવવાની સાથે કુલ કેસની સંખ્યા 20,88,611 પર પહોંચી ગઈ છે, જ્યારે 933 લોકોના મૃત્યુ થવાની સાથે મૃત્યુઆંક 42,518 થઈ ગયો છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધી કોરોના વાયરસના 14,27,005 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. રિકવરી રેટ વધીને 68.32 ટકા થઈ ગયો છે. 

આ સતત 10મો દિવસ છે જ્યારે કોવિડ-19ના એક દિવસમાં 50 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube