આરએસએસના વડાના નિવેદનને સોનમ કપૂરે મૂર્ખપૂર્ણ ગણાવ્યું
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે (Mohan Bhagwat) રવિવારે કહ્યું હતું કે, તલાકના મોટાભાગના કિસ્સા શિક્ષિત અને સંપન્ન પરિવારોમાં વધુ બની રહ્યાં છે. કેમ કે, શિક્ષા અને સંપન્નતા અહંકાર પેદા કરી રહી છે, જેનાથી પરિવાર તૂટી રહ્યો છે. મોહન ભાગવતના આ નિવેદનને લઈને એક્ટ્રેસ સોનમ કપૂરે (Sonam Kapoor) ટ્વિટ કરી છે. તેણે લખ્યું કે, આવુ નિવેદન કોણ સમજદાર વ્યક્તિ આપી શકે છે. આ નિવેદન મૂર્ખતાપૂર્ણ છે. સોનમની આ ટ્વિટ પર જોરદાર રિએક્શન આવી રહ્યાં છે. કેટલાક લોકો સોનમના પક્ષમાં છે, તો કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે, મોહન ભાગવતે કોઈ વિષય પર પોતાનો મત આપ્યો છે. સોનમે આ પ્રકારની ભાષાનો કેમ પ્રયોગ કર્યો. જેમ રીતે સોનમ પોતાનો મત મૂકે છે, તેમ મોહન ભાગવત પણ કહી શકે છે.
LRD મુદ્દે ગૃહરાજ્યમંત્રીનું નિવેદન, જે નિર્ણય લીધો છે તેમાં બીજો કોઈ સુધારો કરવાના મૂડમાં અમે નથી
મોહન ભાગવતે કહ્યું હતું કે, હાલના દિવસોમાં તલાકના કિસ્સા અનેકગણા વધી રહ્યાં છે. લોકો નિરર્થક મુદ્દાઓ પર લડી રહ્યાં છે. તલાકના કિસ્સા શિક્ષિત અને સંપન્ન પરિવારોમાં વધુ છે. કેમ કે, શિક્ષા અને સંપન્નતાનો અહંકાર આવી રહ્યો છે, જેના પરિણામે પરિવારમાં વિખવાદ થઈ રહ્યો છે અને તે તૂટી રહ્યા છે. તેનાથી સમાજ ખંડિત થાય છે. કારણ કે, સમાજ પણ એક પરિવાર છે.
સોનમ કપૂર આમ તો પોતાની વાત સ્પષ્ટપણે મૂકે છે, પણ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેના પિતા અનિલ કપૂરની દાઉદ ઈબ્રાહીમ સાથેની તસવીર મુદ્દે ટ્રોલ થઈ હતી. જેનો જવાબ સોનમે આપ્યો હતો. હકીકતમાં, સોનમે શાહીનબાગમાં થયેલ ફાયરિંગ મુદ્દે પોતાની પ્રતિક્રીયા આપી હતી. સોનમે ટ્વિટ કરી હતી કે, આ એક એવી બાબત છે, જેના વિશે મેં ક્યારેય વિચાર્યું ન હતું. આ ખતરનાક વિભાજનકારી રાજનીતિ રોકો. તે નફરત ફેલાવી રહી છે. જો તમે પોતાને હિન્દુ માનો છો તો, સમજી લોકો કે કોઈ ચીજ ધર્મ અને કર્મ પર આધારિત હોય છે. આ ઘટના આજના દિવસોની નથી. આ ટ્વિટ બાદ યુઝર્સે સોનમને ટ્રોલ કર્યા હતા.
સોનમની ટ્વિટ બાદ સોશિયલ મીડિયા યુઝર્સે પોતાના પિતા અનિલ કપૂરની એક જૂની તસવીર શેર કરી હતી. જેમાં તે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે દેખાઈ રહ્યાં છે. અશોક શ્રીવાસ્તવ નામના યુઝરે લખ્યું હતું કે, તમે બહુ જ પ્રખરતાથી અવાજ ઉઠાવી રહ્યાં છો. કૃપયા દેશને જણાવો કે, આતંકી દાઉદની સાથે તમારા પિતાની તસવીરનો સંબંધ તેમના કર્મથી છે કે ધર્મથી. તો સોનમે જવાબ આપ્યો હતો કે, તે રાજ કપૂર અને કૃષ્ણા કપૂરની સાથે મેચ જોવા ગયા હતા. તેઓ બોક્સમાં હતા. મને લાગે છે કે, તમારે કોઈના પર આંગળી બતાવવી બંધ કરવી જોઈએ. કેમ કે, ત્રણ આંગળીઓ તમારા પર પણ ઉઠે છે. ભગવાન તમને હિંસા ફેલાવવા માટે માફ કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે