બોલિવૂડના ભાઈજાન 'નેકી કર ઔર દરિયા મેં ડાલ' જેવું કામ કરી રહ્યાં છે, સ્ક્રિનશોટ થયો વાયરલ

કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા નાના લોકોની કમાણી અટકી ગઈ છે. આવામાં રોજ કમાનારા લોકો સામે મોટી સમસ્યા થઈ રહી છે. સલમાન ખાન એક મસીહા બનીને આ લોકોની સામે આવ્યો છે. સલમાન ખાનના ફાઉન્ડેશન Being Humanએ બોલિવૂડના એ તમામ લોકોના ખાતામાં કોઈ પણ જાણ કર્યા વગર પૈસા નાખ્યા છે જે આર્થિક સંકટ ભોગવી રહ્યાં છે. હાલમાં જ બોલિવૂડના એક આસિસ્ટન્ટ ડાઈરેક્ટર મનોજ શર્માએ પોતાના ટ્વીટર હેન્ડલ પર પોતાના બેન્ક એકાઉન્ટનો સ્ક્રિન શોટ નાખ્યો છે. જેમાં સલમાન ખાનના ફાઉન્ડેશન તરફથી આર્થિક મદદ કરવામાં આવી છે. 
બોલિવૂડના ભાઈજાન 'નેકી કર ઔર દરિયા મેં ડાલ' જેવું કામ કરી રહ્યાં છે, સ્ક્રિનશોટ થયો વાયરલ

નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા નાના લોકોની કમાણી અટકી ગઈ છે. આવામાં રોજ કમાનારા લોકો સામે મોટી સમસ્યા થઈ રહી છે. સલમાન ખાન એક મસીહા બનીને આ લોકોની સામે આવ્યો છે. સલમાન ખાનના ફાઉન્ડેશન Being Humanએ બોલિવૂડના એ તમામ લોકોના ખાતામાં કોઈ પણ જાણ કર્યા વગર પૈસા નાખ્યા છે જે આર્થિક સંકટ ભોગવી રહ્યાં છે. હાલમાં જ બોલિવૂડના એક આસિસ્ટન્ટ ડાઈરેક્ટર મનોજ શર્માએ પોતાના ટ્વીટર હેન્ડલ પર પોતાના બેન્ક એકાઉન્ટનો સ્ક્રિન શોટ નાખ્યો છે. જેમાં સલમાન ખાનના ફાઉન્ડેશન તરફથી આર્થિક મદદ કરવામાં આવી છે. 

ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના આસિસ્ટન્ટ ડાઈરેક્ટર મનોજ શર્માએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર બેન્ક સ્ટેટમેન્ટનો એક સ્ક્રીનશોટ શેર કરીને એક ઈમોશનલ મેસેજ પણ પોસ્ટ કર્યો છે. અત્રે જણાવવાનું કે સલમાન ખાનના ફાઉન્ડેશને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારા 25 હજાર ડેઈલી વેજીસ મજૂરોને આર્થિક મદદ કરવાનો નિર્ણય લીધો હતો. આ મદદ હેઠળ હવે લોકોના એકાઉન્ટમાં પૈસા નાખવામાં આવી રહ્યાં છે. જે લોકો આર્થિક તંગી અનુભવી રહ્યાં હતાં તેમના માટે આ એક મોટી મદદ છે. 

જુઓ LIVE TV

ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના આસિસ્ટન્ટ ડાઈરેક્ટર મનોજ શર્માએ સ્ક્રિનશોટ શેર કરીને લખ્યું કે Dear @BeingSalmanKhan sir દુર્ભાગ્યથી મને તમારી સાથે કામ કરવાની તક મળી નથી કે હું તમારી ટીમનો હિસ્સો પણ નથી. આમ છતાં તમારા તરફથી કોઈને પણ જાણ્યા વગર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારા હજારો લોકોની આર્થિક મદદ કરવામાં આવી રહી છે. આ બધા માટે અમે તમારા કેટલા આભારી છીએ એ અમે તમને જણાવી શકતા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news