ભચાઉ નજીક ટ્રિપલ અકસ્માતમાં 10 લોકોના કમકમાટી ભર્યા મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા

ભચાઉ નજીક ત્રીપલ અકસ્માત થતા આશરે 10 લોકોના મોતની આશંકા છે. ટ્રેલર, ડંપર અને ઇનોવા કારનો અકસ્માત થયો હતો. જેમાં આશરે 10 લોકોના મોત થયા અહેવાલ મળી રહ્યા છે. અકસ્માત થતા ઇનોવામાં બેઠેલા તમામ લોકોના મોત થયા છે. ભચાઉ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા હતા.

Updated By: Dec 31, 2018, 11:38 AM IST
ભચાઉ નજીક ટ્રિપલ અકસ્માતમાં 10 લોકોના કમકમાટી ભર્યા મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા

નીધીરેશ રાવલ/ગાંધીધામ: ભચાઉ નજીક ત્રીપલ અકસ્માત થતા આશરે 10 લોકોના મોતની આશંકા છે. ટ્રેલર, ડંપર અને ઇનોવા કારનો અકસ્માત થયો હતો. જેમાં આશરે 10 લોકોના મોત થયા અહેવાલ મળી રહ્યા છે. અકસ્માત થતા ઇનોવામાં બેઠેલા તમામ લોકોના મોત થયા છે. ભચાઉ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા હતા.

પ્રાથમિક વિગત પ્રમાણે કચ્છના ભચાઉ નજીક ઇનોવા કાર, ડંપર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ભચાઉથી મીઠુ ભરેલું ટ્રેલર કંડલા તરફ જઈ રહ્યું હતું. ત્યારે અચાનક ટાયર ફાટતા ટ્રેલર પલટી ખાઈને ડિવાઈડર કૂદીને સામેના રોડ તરફ જતી કાર પર પડ્યું હતું. કારની પાછળ સિમેન્ટ ભરેલું બીજુ ટ્રેલર આવતું હતું આમ કાર આ બે ટ્રેલર વચ્ચે સેન્ડલીચ બની ગઈ હતી.

PUBG: ગેમ રમતા બાળકો માતા-પિતા પર હાથ ઉઠાવી, ગાળો પણ બોલતા થયા

અકસ્માત એટલો ગંભીર હતો કે 10 લોકોનાં મોત નીપજ્યા હતા. જેમાં કારમાંથી પોલીસે 8 જેટલા લોકોનાં મૃતદેહ બહાર કાઢ્યા હતા. સાથે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ક્રેનની મદદથી મૃતદેહો બહાર કાઠવાની ફરજ પડી હતી.

અકસ્માતના મૃતકોના નામ

1.અશોકભાઈ ગિરધારીલાલ કોટિયા (44) ભુજ.
2.પૂનમબેન રમેશભાઈ કોટિયા(40)
3.નિર્મલાબેન અશોકભાઈ કોટિયા(38)
4.નિકિતાબેન રમેશભાઈ કોટિયા(15)
5.નંદિની અશોક કોટિયા (16)
6.તૃપ્તિ દિનેશ કોટિયા (16)
7 મોહીન રમેશ કોટિયા (10)
8 ભવ્ય અશોકભાઈ કોટિયા (12)
9.હિતેશ સુનિલભાઈ (20) માધાપર
10.અર્જુન સુનિલભાઈ (18) માધાપર

વિજય રૂપાણીએ કચ્છમાં ગાંધીધામ ભચાઉ વચ્ચે થયેલા ઈનોવા કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી ઘવાયેલાઓની સારવાર તેમજ મૃતકોના મૃતદેહોની જરુરી વ્યવસ્થા માટે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક આદેશો આપ્યા છે.