બોટાદમાં શિક્ષકેએ માર મારતાં વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
ગત ૯ માર્ચે તેજ સ્કુલના શિક્ષક અતુલભાઈ ભટાસણાની પેન ડ્રાઈવ ખોવાઈ ગયેલ હોઈ અને તે પેન ડ્રાઈવ મિલનના દફતરમાંથી મળી આવતા શિક્ષક દ્વારા વિધાર્થીને ક્લાસમા અન્ય વિઘાથીઓની હાજરીમાં આડેધડ ગાલ ઉપર ઝાપટો મારી હતી.
Trending Photos
રઘુવીર મકવાણા, બોટાદ: બોટાદ શહેરમાં આવેલી કડવા પાટીદાર સ્કુલના શિક્ષકની ગુમ થયેલી પેન ડ્રાઈવ ધો ૧૦ ના વિધાર્થીના બેગ માથી મળી આવી હતી. જેથી શિક્ષકે વિઘાથીને માર મારતા વિઘાર્થી મીલન માથોળીયાને લાગી આવ્યું હતું. જેથી તેણે ઝેરી દવા પી ગટગટાવી લીધી હતી. જેથી મીલનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિઘાર્થીના પિતાએ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે શિક્ષક અતુલભાઈ ભટાસણાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
બોટાદ શહેરમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ કડવા પાટીદાર સ્કુલમાં બોટાદ જિલ્લાના લાઠીદડ ગામનો મિલન માથોળીયા નામનો વિદ્યાર્થી ધોરણ ૧૦ માં અભ્યાસ કરે છે અને આજ સ્કુલની છાત્રાલયમાં રહે છે. ત્યારે ગત ૯ માર્ચે તેજ સ્કુલના શિક્ષક અતુલભાઈ ભટાસણાની પેન ડ્રાઈવ ખોવાઈ ગયેલ હોઈ અને તે પેન ડ્રાઈવ મિલનના દફતરમાંથી મળી આવતા શિક્ષક દ્વારા વિધાર્થીને ક્લાસમા અન્ય વિઘાથીઓની હાજરીમાં આડેધડ ગાલ ઉપર ઝાપટો મારી હતી. તેમજ શિક્ષકે વિઘાથીને આચાર્યની ચેમ્બરમા લઈ જઈને પણ ગુસ્સે થયા હતા.
જે વિઘાથી મિલન માથોળીયાને લાગી આવ્યું હતું અને તે સાંજના સમયે તે સ્કુલની છાત્રાલય ના ધાબે જઈને ઝેરી દવા પીઈ લેતા ચકચાર મચી જવા પામી હતી. જયારે છાત્રાલયના ગૃહપતિ નરશીભાઈ એ વિઘાથીના પિતા પ્રકાશભાઈ માથોળીયાને ટેલીફોન કરી જાણ કરી અને બોટાદની અંકુર હોસ્પિટલમાં આવવા જણાવતા વિઘાથીના પિતા તાબડતોબ હોસ્પિટલ પહોચીયા હતા. તે સમયે તેનો પુત્ર મિલન બે ભાન હાલતમાં હોવાથી તેણે તાત્કાલીક પોલીસમાં જાણ કરી હતી અને પોલીસે તે સમયે જાણવા જોગ દાખલ કરી હતી.
આજે તા. ૧૪/૩/૨૦૨૨ ના રોજ વિઘાથી મિલન ભાનમાં આવતા અને તેન પુછતા તેણે જણાવેલ કે " ગઇ તા.૦૯/૦૩/૨૦૨૦ ના રોજ મારે ગણિત વિષયનું પ્રેક્ટીશ પેપર હતુ અને તેની પરીક્ષા સ્કુલના પ્રાર્થના હોલમાં આપતો હતો. તે વખતે સવારના આશરે દશેક વાગે ગણિતના શિક્ષક અતુલભાઇ ખીમજીભાઇ ભટાસણા ત્યાં આવેલ અને મિલનને ત્યાંથી ઉપરના માળે ક્લાસ રૂમમાં લઇ ગયા હતા અને પૂછ્યું હતું કે મારી પેન ડ્રાઇવ તે લીધી છે ?
જેથી મિલને ના પાડતા તેઓએ દફતર ચેક કરતા તેમાંથી તેમની પેન ડ્રાઇવ નીકળી હતી. જેથી શિક્ષક અતુલભાઇએ આડેધડ ઝાપટો મારવા લાગ્યા હતા અને પછી સ્કુલના પ્રીન્સીપાલની ઓફીસમાં લઇ જઇને વિધાથીને માર માર્યો હતો. જેને લઈ તેને મનમાં લાગી આવતાં સાંજે સાતેક વાગ્યાના સમયે છાત્રાલયની બાજુમાં આવેલી પટેલ સમાજની વાડી ખાતે જમવા માટે લઇ ગયો હતો. ત્યાં વાડીની અગાશી ઉપર પડેલી દવાની શીશી લઇ લીધી હતી અને પછી છાત્રાલય ખાતે પરત આવી તે શીશીમાંથી દવા પી લીધી હતી.
જે અગે પ્રકાશભાઇ મનસુખભાઇ માથોળીયા સ્કુલના શિક્ષક અતુલભાઇ ખીમજીભાઇ ભટાસણા સામે ફરિયાદ નોધાવતા બોટાદ પોલીસ દ્વારા શિક્ષકની ધરપકડ કરવામાં આવેલ અને વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે