હજી પણ કોંગ્રેસમાં અસંતોષ છે કે આ ચૂંટણી પછી પણ કોંગ્રેસ તૂટવાની: સીએમ રૂપાણી
કપરાડા બેઠક પરથી સીએમ રૂપાણી જાહેરસભા સંબોધતા કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં આઠ વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. ગુજરાત વિધાનસભા બેઠકમાં કુલ 182 બેઠક છે. જેમાં વલસાડની કપરાડા વિધાનસભા બેઠકનો 181 નંબર છે
Trending Photos
વલસાડ: ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણીનો પ્રચાર કરવા CM રૂપાણી આજે કપરાડા અને ડાંગ બેઠક પર જાહેરસભા સંબોધવાના છે. કપરાડાના ઉમેદવાર જિતુ ચૌધરી અને ડાંગના ઉમેદવાર વિજય પટેલ માટે પ્રચાર કરશે. જેને લઇને કપરાડાના નાના પોંઢામાં અને ડાંગના બોરખેતમાં CMની જાહેરસભાનું આયોજન કરાયું છે. ત્યારે કપરાડા બેઠક પરથી સીએમ રૂપાણી જાહેરસભા સંબોધતા કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં આઠ વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. ગુજરાત વિધાનસભા બેઠકમાં કુલ 182 બેઠક છે. જેમાં વલસાડની કપરાડા વિધાનસભા બેઠકનો 181 નંબર છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં સૌથી પહેલો નંબર અબડાસા, ત્યાં પણ ચૂંટણી છે અને છેલ્લેથી પહેલો નંબર કપરાડામાં પણ આ વખતે ચૂંટણી છે.
ગુજરાતના અલગ અલગ આઠ વિસ્તારમાં ચૂંટણી થઈ રહી છે. આ આઠ ચૂંટણી શું કામ આવી તે વિચારવા જેવું છે. આ આઠ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આ આઠ બેઠક પર ચૂંટણી કોંગ્રેસના ધારાસભ્યોએ આપેલા રાજીનામાને કારણે આવી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ શું કામ રાજીનામા આપ્યા એ પણ વિચારવા જેવું છે. સમગ્ર દેશમાં કોંગ્રેસ ભાંગી ગઈ છે. તૂટી ગઈ છે. ડુબતી નાવ છે અને મેં કીધું છે હવે કોંગ્રેસના કોફિનને દફન કરવા માટે છેલ્લો ખીલ્લો ઠોકવાનો સમય આવી ગયો છે. આ કોંગ્રેસને હવે કાયમ માટે દફનાવવાની છે. દેશભરમાં કે ગુજરાતમાં કોંગ્રેસના કોઈ નેતાઓમાં કોંગ્રેસના કાર્યકર્તાને ભરોસો નથી. સંપૂર્ણ નેતૃત્વ નિષ્ફળ ગયું છે. રાહુલ ગાંધી સામે પ્રશ્નાર્થો ઉભા થયા છે. કપિલ સિબ્બલ, ગુલાબ નબી આઝાદ આવા અનેક લોકોએ આજે કોંગ્રેસમાં સવાલો ઉભા કર્યા છે અને કોંગ્રેસે આ બધા પર અવિશ્વાસ કરીને તે લોકોને અલગ કર્યા છે.
સમગ્ર રાષ્ટ્રની કોંગ્રેસમાં નેતાઓ આજે આ પરિવારવાદને કારણે ત્રાહિત થઈને કંટાળીને હવે તેમાંથી મુક્તી મેળવવા માટે પ્રયત્ન કરે છે. કોંગ્રેસ ઉપરથી ભાંગી ગઇ છે. સાથે સાથે આ ચૂંટણી માત્ર ગુજરાતમાં નથી. મધ્ય પ્રદેશમાં 25 કોંગ્રેસ ધારાસભ્યોએ જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે કોંગ્રેસ છોડી. રાજસ્થાનમાં પાયલટ કોંગ્રેસ છોડવાની તૈયારીમાં હતા. ભયંકર અસંતોષ હતો. ગુજરાતમાં પ્રથમ વખત કોંગ્રેસ તૂટી નથી. 2017માં કોંગ્રેસના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ખુદ 13 ધારાસભ્યો સાથે કોંગ્રેસ છોડી. ત્યારબાદ બીજા 6 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી અને આજે આઠ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી. આ આઠ ધારાસભ્યોમાં જિતુભાઈ એક છે. કે જેમને લાગ્યું હતું કે, હવે કોંગ્રેસમાં કંઈ રહ્યું નથી. કોંગ્રેસમાં રહેવાથી પ્રજાના કામ થતા નથી. કોંગ્રસને પ્રજાના કામમાં રસ નથી. કોંગ્રેસને માત્ર ને માત્ર ગંદુ રાજકારણ કરવું છે. કોંગ્રેસ માત્ર પરિવારની પુજા કરવા નીકળેલી કોંગ્રેસ છે. હવે આ પ્રજાની કોંગ્રેસ નથી. માટે જીતભાઇએ કોંગ્રેસ છોડી.
કપરાડાના છેવાડાના માનવી કે જેમના કામ થાય. અંત્યોદય છેવાડાના માનવી ગરીબ માણસની મદદ થાય તેથી ભાજપમાં જોડાયા છે. તેઓ જાણતા હતા કે કોંગ્રેસ માત્ર વિરોધના નાટકો કરે છે. તેનાથી પ્રજાનું કલ્યાણ થવાનું નથી. પ્રજાનું કલ્યાણ થવું હશે તો સરકાર ભાજપની છે. તો સરકાર સાથે જોડાઈને પ્રજાના વધુને વધુ કામ થાય. અડધી રાતે ભાજપના ધારાસભ્ય તરીકે કોઈપણ મંત્રીને ઉઠાડીને પોતાના વિસ્તારના કામ કરાવી શકે એટલા માટે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. સાથે સાથે તેઓએ કોંગ્રેસ છોડી ત્યારે મને મળવા આવ્યા હતા. તેમણે કીધું હતું જે રીતે દેશમાં નરેન્દ્રભાઇ મોદી કામ કરી રહ્યાં છે. કાશ્મીરમાંથી 370ની કલમ કાઢી નાખી. કાશ્મીરને ભારત સાથે જોડ્યું. આતંકવાદીઓના આકાઓને પાકિસ્તાનમાં જઇને એરસ્ટ્રાઇક કરી તેમના કેમ્પોને ઉડાવી દીધા તે નરેન્દ્રભાઇની સરકારે કર્યું. અયોધ્યામાં રામ મંદિર 'સોંગદ રામકી ખાતે હે મંદિર વહી બનાયેગેં' એ મંદિર બનાવવાનું કામ કર્યું.
આ દેશમાં નાગરિકત્વનો ધારો જે રીતે સંસદમાં બિલ પસાર કર્યું, કાયદો બનાવ્યો, રાજ્ય સભામાં ભાજપના વધુને વધુ લોકો ચૂંટાઈને જાય, નરેન્દ્રભાઈની ઈચ્છા મુજબ કાયદા બને. આ દેશનું કલ્યાણ થાય એટલા માટે રાજ્ય સભાની ચૂંટણીમાં ભાજપના રાજ્ય સભાના ઉમેદવારો જીતીને જાય નરેન્દ્રભાઇને મદદ કરવા, રાજ્યસભાની ચૂંટણી માટે મેં રાજીનામું આપ્યું. દેશના હિત માટે ના કે વ્યક્તિ ગત હિત માટે જિતુભાઈ ભાજપમાં જોડાયા. કોંગ્રેસ પક્ષ પલટુ પક્ષ પલટુની વાત કરે છે. કોંગ્રેસના મોઢામાં વાત શોભતિ નથી. અત્યાર સુધીમાં કોંગ્રેસે અનેક પાર્ટીઓને તોડી છે. પોતાની પાર્ટીને પણ તોડી છે. આખી A,B,C,Dની કોંગ્રેસ છે. બધાની અલગ અલગ કોંગ્રેસ છે અને કોંગ્રેસ હમેશાં જોડવાને બદલે તોડવામાં માનનારી પાર્ટી છે. ભૂતકાળમાં કેશુભાઈ પટેલની સરકારને કોંગ્રેસ તોડી હતી તેને હજુ સુધી લોકો ભૂલ્યા નથી અને તમે પક્ષ પલટોની વાત કરો છો.
આ પણ વાંચો:- સુરત: ટ્યુશન ક્લાસ સંચાલકે ક્લાસમાં જ જુગારખાનું ચાલુ કર્યું, જુગારીઓને બનાવ્યા વિદ્યાર્થી
આ ચૂંટણીમાં આઠેય આઠ પરિણામમાં ભાજપ વિજય બનાવાની છે. પરંતુ માની લ્યો, પરિણામ નથી જ આવવાનું છતાં બીજુ કંઇ આવ્યું તો પણ ગુજરાતમાં ભાજપની સ્થિર સરકાર રહેવાની છે. અત્યારે 103 ભાજપના ધારાસભ્યો છે. કોંગ્રેસ 65 ધારાસભ્યો છે. સરકાર ભાજપની જ રહેવાની છે. સ્થિર સરકાર છે. પરંતુ કોંગ્રેસનું સંખ્યાબળ ઘટતું જાય છે. હજુ પણ કોંગ્રેસમાં એટલો અસંષોત છે કે, આ ચૂંટણી પછી પણ કોંગ્રેસ તૂટવાની છે.
આ પણ વાંચો:- કાળા નાણાંની PM સુધી ફરિયાદ કરનાર પીવીએસ શર્મા ખુદ લપેટામાં આવ્યા, 40-50 કરોડની 10 મિલકત મળી
આજે એક ખાત્રી આપવા આવ્યો છું, વલસાડમાં બાકી બધે કમળ હતું જ હવે કપરાડામાં 3 તારીખે કમળને મત આપો. આવતા સમયમાં હું કામ કરીશ. કપરાડાને અમે સવાયું આપીશું. ગુજરાતની સરકારે કોરોના કાળમાં પાછું વળીને જોયું નથી. અમારે કોંગ્રેસને કેવું છે. કોંગ્રેસ કાન ખોલીને જોઈ લે, પડોશમાં કોંગ્રેસની સરકાર છે તમે શિવસેના સાથે મળીને સરકાર બનાવી છે. તમારા રાજમાં 50 હજારથી વધુ લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. તેનો તમે જવાબ આપો. ગુંડાઓ પણ સાંભળી લે, કા સુધરી જાઓ નહી તો ગુજરાત છોડીને ચાલ્યા જાવ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે