વડોદરા : વિવાદ વકરતા વિપક્ષ નેતાએ મોંઘાદાટ ફોન પરત કર્યો, પણ ભાજપના નેતાઓ ક્યારે પરત કરશે?

વડોદરા મહાનગરપાલિકામાં હોદ્દેદારો તથા અધિકારીઓ માટે મોંઘાદાટ એપલ બ્રાન્ડના લાખોના મોબાઈલ ફોન ખરીદાયા હોવાનો વિવાદ સળગ્યો હતો. જેના બાદ વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે પોતાનો ફોન પરત મહાનગરપાલિકામાં જમા કરાવ્યો છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવે મોબાઈલ પરત કરતા વેળાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોઈ વિવાદ ઉભો થયો જ નથી. વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. પ્રણાલિકા પ્રમાણે મોબાઈલ આપ્યો. વિવાદ જ્યારે થયો તેના બાદ મને મોબાઈલ પાછો આપવામાં કહેવામાં આવ્યું, તો મેં પરત આપ્યું. મને તો સામેથી ફોન આપ્યો હતો. આ બધુ સત્તાધારી પાર્ટીએ નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે 1.24 લાખની કિંમતે કોર્પોરેશનના રૂપિયે મોબાઈલ ખરીદ્યો હતો. 
વડોદરા : વિવાદ વકરતા વિપક્ષ નેતાએ મોંઘાદાટ ફોન પરત કર્યો, પણ ભાજપના નેતાઓ ક્યારે પરત કરશે?

વડોદરા :વડોદરા મહાનગરપાલિકામાં હોદ્દેદારો તથા અધિકારીઓ માટે મોંઘાદાટ એપલ બ્રાન્ડના લાખોના મોબાઈલ ફોન ખરીદાયા હોવાનો વિવાદ સળગ્યો હતો. જેના બાદ વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે પોતાનો ફોન પરત મહાનગરપાલિકામાં જમા કરાવ્યો છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવે મોબાઈલ પરત કરતા વેળાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોઈ વિવાદ ઉભો થયો જ નથી. વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. પ્રણાલિકા પ્રમાણે મોબાઈલ આપ્યો. વિવાદ જ્યારે થયો તેના બાદ મને મોબાઈલ પાછો આપવામાં કહેવામાં આવ્યું, તો મેં પરત આપ્યું. મને તો સામેથી ફોન આપ્યો હતો. આ બધુ સત્તાધારી પાર્ટીએ નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે 1.24 લાખની કિંમતે કોર્પોરેશનના રૂપિયે મોબાઈલ ખરીદ્યો હતો. 

ત્યારે હવે જોવું એ રહ્યું કે, વિપક્ષના નેતાએ મોંઘાદાટ ફોન પરત કર્યો છે, તો શુ સત્તાધારી ભાજપ પક્ષના હોદ્દેદારો અને અધિકારીઓ પણ મોબાઈલ પરત કરશે કે નહિ. વડોદરા પાલિકામાં મોબાઈલ વિવાદના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણે નિવેદન આપ્યું કે, ચંદ્રકાન્ત શ્રીવાસ્તવનો મોબાઈલ જમા કરાવવાનો નિર્ણય તેમનો અંગત છે. હું મોબાઈલ જમા કરાવવાનો નથી. પ્રજાની સેવા કરવા માટે મોબાઈલ જરૂરી છે. 

ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશનના શાસક, વિપક્ષ અને અધિકારીઓ ધ્વારા પ્રજાના રૂપિયે એપલ કંપનીના મોંઘાદાટ આઈફોન ખરીદવા મામલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાવાસીઓ પાલિકાના શાસક, વિપક્ષ અને અધિકારીઓ પર ધિક્કારની લાગણી અનુભવી રહ્યા છે. કારણ કે પ્રજાના પૈસે તમામ લોકો તાગડધિન્ના કરી રહ્યા છે. નવરાત્રિને ગણીને બે દિવસ બાકી છે. તેમ છતાં વડોદરાના રોડ રસ્તાઓ પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. તેને પુરવામાં પાલિકા તંત્રને રસ નથી. પરંતુ મોંઘા મોબાઈલ ફોન રાખવામાં રસ છે. સાથે જ વડોદરામાં પાલિકાની તિજોરી ખાલી હોવાથી લોકો જ્યારે કામની રજુઆત લઈને જાય છે ત્યારે રૂપિયા નથી તેવો જવાબ મેયર, કે અધિકારી આપે છે ત્યારે સવાલ થાય છે કે પ્રજાના પૈસે જલસા કરવાના રૂપિયા કયાંથી આવે છે.

વડોદરા પાલિકાના તમામ શાસનકર્તાઓએ પ્રજાના પૈસે લાખો રૂપિયાના એપલ ફોન ખરીદ્યા છે, જેના કારણે મોટો વિવાદ થયો છે. મેયર, ડેપ્યુટી મેયર, વિપક્ષ નેતા, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અમલદાર, આઈટી ડાયરેકટર સહિતના લોકોએ એપલ કંપનીના 80 હજારથી લઈ સવા લાખ રૂપિયા સુધીના ફોન ખરીદી બીલ પાલિકામાં મુકતા વિવાદ થયો છે. મેયર જીગીશાબેન શેઠે 89 હજારનો આઈફોન વર્ષ 2018માં ખરીદ્યો હતો, તો ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણે પણ 1.1 લાખનો આઈફોન વર્ષ 2018માં ખરીદ્યો હતો. વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે તો એક નહિ પરંતુ બે ફોન ખરીદ્યા છે. જેમાં એક ફોન વર્ષ 2017માં 82 હજારનો, જ્યારે કે બીજો ફોન વર્ષ 2019માં 1.24 લાખનો ખરીદ્યો હતો. વિપક્ષ નેતાએ પહેલો ફોન માત્ર બે જ વર્ષમાં કોર્પોરેશનને પરત કરી બીજો ફોન સૌથી મોંઘો 1.24 લાખમાં ખરીદ્યો પાલિકામાં રેકોર્ડ બનાવ્યો હતો.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news