ફરી ગુજરાતની ધરા ધ્રૂજી, સૌરાષ્ટ્ર-કચ્છમાં અનુભવાયા ભૂકંપના આંચકા

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે. આજે  વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ ભચાઉમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ફરી ગુજરાતની ધરા ધ્રૂજી, સૌરાષ્ટ્ર-કચ્છમાં અનુભવાયા ભૂકંપના આંચકા

કચ્છ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે. આજે  વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ ભચાઉમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે ગઇકાલે કચ્છમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. જેનું કેન્દ્રબિંદુ ભચાઉ અને દુધઈ નજીક નોંધાયું હતું. ગોંડલ નજીક પણ મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અચાનક અનુભવાયેલા ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્ય હતો. 

ઉલ્લેખનીય છે કે આજે સવારે અનુભવાયેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 12 કિલોમીટર દૂર નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં પણ રાત્રે 12 વાગ્યાની આસપાસ ધરા ધ્રૂજી હોવાનું અનુભવાયું હતું. સૌરાષ્ટ્રમાં ભૂકંપની તીવ્રતા 1.9 નોંધાઈ હતી. ભૂકંપનું એપી સેંટર ગોંડલથી 17 કિમી દૂર નોંધાયું હતું.

અત્રે ઉલ્લેખની છે કે ઓછી તીવ્રતાવાળા ભૂકંપના આંચકાના લીધે કોઇ જાનહાનિ કે માલહાનિ સમાચાર પ્રાપ્ત થયા નથી. પરંતુ લોકોમાં ભય વ્યાપી જવા પામ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news