રાત્રે 12 વાગ્યે લાગુ કરવામાં આવેલું જીએસટી ભાજપને ભારે પડ્યું: શંકરસિંહ વાધેલા

શંકરસિંહ વાધેલા પાંચ રાજ્યોમાં આવેલા પરિણામને લઇને નિવેદન આપ્યું હતું. શંકરસિંહે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, જુઠ્ઠાનો અંત આવ્યો છે.

Updated By: Dec 11, 2018, 04:51 PM IST
રાત્રે 12 વાગ્યે લાગુ કરવામાં આવેલું જીએસટી ભાજપને ભારે પડ્યું: શંકરસિંહ વાધેલા

ગાંધીનગર: શંકરસિંહ વાધેલા પાંચ રાજ્યોમાં આવેલા પરિણામને લઇને નિવેદન આપ્યું હતું. શંકરસિંહે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, જુઠ્ઠાનો અંત આવ્યો છે. મતદારોએ લાલ આંખ બતાવી છે. ભાજપ દ્વારા પાંચ રાજ્યોની વિધાનસભઆની ચૂંટણી પહેલા રામ મંદિરનો મુદ્દો ચગાવવો એક ચાલ હતી. મતદારોએ યોગ્ય નિર્ણય કરીને ભાજપને હાર આપાવી છે. 

રાત્રે 12 વાગ્યે લાગુ કરેલું જીએસટી ભાજપને ભારે પડ્યું છે. આડકતરી રીતે મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપની સત્તામાં લેવામાં આવેલા નિર્ણયો જ તેની હાર પાછળ કારણભૂત છે. કોંગ્રેસે પાંચ રાજ્યોમાં યોગ્ય મુદ્દાઓને લઇને લોકોની વચ્ચે ગઇ હતી. રાજસ્થાનમાં પણ ભાજપને તેન લીધેલા નિર્ણયો જ ભારે પડ્યા છે.

વધુમાં વાંચો...પાટણ: બુટલેગરની કારે ટક્કર મારતા 2ના મોત, રોડ પર થઇ બિયરની રેલમછેલ 

વધુમાં શંકરસિંહ વાધેલાએ જણાવ્યું કે, ભાજપની હાર નક્કી જ હતી. કારણ કે, મોટી સંખ્યામાં ખેડૂતોનો વિરોધ પરીણામમાં દેખાઇ રહ્યો છે. ભાજપને તેનું કરેલુ ભોગવવાનો વારો આવ્યો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કાર્યકરોની મહેનત દેખાઇ રહી છે. શંકરસિંહ વાધેલાએ ભાજપ પર પ્રહારો કરવાની સાથે મોદી દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પણ જ ભાજપની હાર માટે જવાબદાર સાબિત થઇ રહ્યા છે.